News Continuous Bureau | Mumbai
રેલવે પ્રવાસીઓ(Railway passengers) માટે મહત્વના સમાચાર છે. હવે રેલવે પ્રવાસીઓને ટિકિટ કન્ફર્મ(Ticket Confirmation) કરવા માટે ત્રાસ થશે નહીં. તો ચાલતી ટ્રેનમાં(moving train) પણ તેને વેઈટિંગ(Waiting Ticket) અથવા આરએસી ટિકિટ કન્ફર્મ (RAC ticket confirm) કરવા માટે ટીસીને આજીજી કરવી પડશે નહીં. રેલવે મંત્રાલયે(Railway Ministry) લીધેલા મહત્વના નિર્ણયને કારણે ટ્રેનને વેઈટિંગ અને આરએસી ટિકિટ પર પ્રવાસ કરનારા પ્રવાસોઓને રાહત મળશે.
રેલવેએ પ્રીમિયમ(premium), મેલ(Mail express) અને એક્સપ્રેસ ટ્રેનના(express trains) ટિકિટ ચેકરને(ticket checker) હૅન્ડ હેલ્ડ ટર્મિનલ(Hand held terminal) (એચએચટી)(HHT) આપવાની છે. રેલવેએ તેની શરૂઆત કરી નાખી છે. આ એચએચટી ડીવાઈસને(HHT device) કારણે ખાલી બર્થ, વેઈટિંગ અથવા આરએસી, નંબર અને શ્રેણી મુજબ આપોઆપ કન્ફર્મ થતા જશે.
રેલવેએ હાલ પાયલોટ પ્રોજેક્ટ(Pilot project) તરીકે અમુક પ્રીમિયમ ટ્રેન(Premium train) જેવી કે રાજધાની(Rajdhani), શતાબ્દીના(Shatabdi) ટિકિટ ચેકરને એચએચટી ડિવાઈસ આપ્યા હતા. તેથી પ્રવાસીઓને રાહત થઈ છે. તેને કારણે વેઈટિંગ અને આરએસી ટિકિટ ચાર્ટ તૈયાર થયા બાદ ચાલતા ટ્રેનમા આપોઆપ કન્ફર્મ થાય છે. તેમ જ સંબંધિતોને મેસેજ પણ જાય છે.
હવે રેલવે 559 રેલવે ગાડીમાં ટિકિટ ચેકરને 5,850 એચએચટી ડિવાઈસ આપ્યા છે. ધીમે ધીમે પ્રીમિયમ સહિત તમામ મેલ એક્સપ્રેસ માટે આ ડિવાઈસ આપવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ અમદાવાદ રૂટ પર અનેક ટ્રેનો ફરી શરૂ કરાઈ- જાણો વિગત
રેલવેના કહેવા મુજબ એક દિવસમાં ટ્રેનમા 5,23,604 રિઝર્વેશન થયા. આ ચાલતી ટ્રેનમાં 2,42,825 ટિકિટની તપાસ બાદ એચએચટી ડિવાઈસના માધ્યમથી કરવા આવી હતી. તેમાં 18,000થી વધુ આરએસી અને 9,000થી વધુ વેઇટિંગ ટિકિટ કન્ફર્મ થઈ હતી.
રેલવે મંત્રાલયના કહેવા મુજબ સામાન્ય દિવસમાં રોજ 12.5 લાખ રિઝર્વેશન થાય છે. એવામાં મેલ અને એક્સપ્રેસ ગાડીમાં એચએચટી ડિવાઈસના માધ્યમથી ટિકિટની તપાસ કરી તો ટિકિટ કન્ફર્મ થવાનું પ્રમાણ વધી જશે.