ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૨ મે ૨૦૨૧
બુધવાર
મેચ ફિક્સિંગના કેસમાં પ્રતિબંધનો સામનો કરી રહેલા પાકિસ્તાની બેટ્સમેન ઓમર અકમલે ઇઝરાઇલને આતંકવાદી દેશ ગણાવ્યો છે. ખરેખર, ઇઝરાઇલ અને પેલેસ્ટાઇન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું છે. બંને તરફથી સતત હુમલો કરવામાં આવી રહ્યો છે. આ યુદ્ધમાં અત્યાર સુધીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો છે.
ગોવાની હોસ્પિટલમાં રાતના ૨ વાગ્યે ઓકિસજન ખૂટયો : કોરોનાના બે ડઝન થી વધુ દર્દીઓના મોત
અકમલે ટ્વીટ કરી ઇઝરાઇલને આતંકવાદી દેશ ગણાવ્યો હતો. તેણે લખ્યું હતું કે પેલેસ્ટાઇન તમે એકલા નથી, દરેક મુસ્લિમ તમારી સાથે છે. ઇઝરાઇલ એક આતંકવાદી દેશ છે અને તેને પેલેસ્ટિનિયન મુસ્લિમોને મારવાનું બંધ કરે. હવે કહેવાતા માનવાધિકારના ચેમ્પિયન ક્યાં છે? તેવો સવાલ અકમલે ટ્વીટર પર કર્યો હતો.
ઉલ્લેખનીય છે કે ઓમર અકમલ મેચ ફિક્સિંગ કેસમાં એક વર્ષના સસ્પેન્શનની સજા સાથે ૪૨.૫ લાખ પાકિસ્તાની રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો હતો. અકમલ ફેબ્રુઆરી ૨૦૨૦થી ક્રિકેટ મેચ રમ્યો નથી. અકમલે પીસીબીના એન્ટી કરપ્શન યુનિટને બુકીઓના ફોન કોલ્સ વિશે માહિતી આપી ન હતી, ત્યારબાદ તેની સામે આ કાર્યવાહી કરવામાં આવી હતી.