ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
07 જાન્યુઆરી 2021
મુંબઈમાં ડિસેમ્બરમાં અંધેરી (વેસ્ટ) માં આવેલી એક મોડેલ-એક્ટરના ફ્લેટમાંથી રોકડ અને સોનાની ચોરી થઈ હતી. પોલીસે આ કેસમાં ટિકટોક સ્ટારની ધરપકડ કરી ત્યારબાદ એનો ખુલાસો થયો છે. આ ટિકટોક સ્ટાર યુવકના સોશિયલ મીડિયા પર નવ લાખથી વધુ ફોલોઅર્સ હતા.
28 વર્ષીય આરોપીએ પીડિત મોડેલને પહેલા ઓનલાઈન ફસાવી હતી. યુવતીને કહ્યું કે જ્યાં સુધી તેને ભાડાનો ફ્લેટ નહીં મળે ત્યાં સુધી તેની સાથે રહેવાની મંજૂરી આપે. ખુશ્બુ યુવતી સંમત થયા બાદ આરોપી યુવક તેની સાથે 12 દિવસ રહ્યો હતો.
આ અંગે પીડિત યુવતીએ જણાવ્યું કે, 'કામના સંબંધમાં હું 18 થી 22 ડિસેમ્બર સુધી ભારતની બહાર હતી ત્યારે યુવક મારા ઘરે રોકાયો હતો. મેં જાન્યુઆરી 1 ના રોજ જોયું કે મારા ઘરેણાં અને રોકડની ચોરી થઈ છે. આ અંગે આરોપી ને પૂછતાં યુવકે કહ્યું કે પોલીસ ફરિયાદ ન કરો કારણ કે પોલીસ મારા મિત્રોને હેરાન કરશે. જોકે બાદમાં મેં પોલીસમાં ફરિયાદ કરી.'
જ્યારે ઓશીવારા પોલીસે બિલ્ડિંગના સીસીટીવી ફૂટેજ જોયા, ત્યારે જાણવા મળ્યું કે એક શંકાસ્પદ મકાનમાં બુરખો પહેરીને આવ્યો હતો. જ્યારે તેના પગમાં પુરુષોના પગરખા પહેરેલાં જોયા ત્યારે પોલીસની શંકા વધુ તીવ્ર થઈ.
પોલીસે યુવતીની નિશાનદેહી પર યુવકની બાઇકની સીટ નીચે છૂપાયેલ ચોરીનો મુદ્દામાલ મેળવ્યો હતો. પોલીસ મથકે આરોપીએ કહ્યું કે તેને પૈસાની જરૂર છે. આથી ચોરી કરી હતી. પોલીસે તેનો ભૂતકાળ તાપસતા જણાયું કે આ ટિકટોક સ્ટાર એક રીઢો ગુનેગાર છે અને 2011 થી ઘણી વાર તેની ધરપકડ કરવામાં આવી છે.