ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 10 જૂન 2021
ગુરુવાર
બંગાળની ફિલ્મ અભિનેત્રી અને તૃણમૂલ કૉન્ગ્રેસ (TMC)નાં સાંસદ નુસરત જહાં હાલ પોતાની પર્સનલ લાઇફને કારણે સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બની છે. નુસરત અને તેના પતિ નિખિલ જૈન વચ્ચે હાલ બધું બરાબર નથી. વીતેલા કેટલાક સમયથી નુસરત જહાં અને નિખિલ જૈન વચ્ચે અણબન હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. આ અંગે નિખિલ જૈને કહ્યું હતું કે, ‘છ મહિનાથી નુસરત તેની સાથે નથી. બીજી તરફ નુસરત પ્રેગનન્ટ હોવાના સમાચાર પણ સામે આવ્યા ત્યારે નિખિલે એમ કહીને છેડો ફાડ્યો હતો કે તેને આ વિશે કોઈ જાણકારી નથી અને જો નુસરત પ્રેગનન્ટ છે તો તે બાળક તેમનું નથી.’
નુસરત જહાંને તેનાં લગ્નના મુદ્દે કહ્યું કે હતું, ‘વિદેશી ધરતી પર લગ્ન થવાને લીધે અને આ બે અલગ ધર્મના લોકો વચ્ચે થયેલાં લગ્ન છે, માટે ભારતમાં તેને માન્યતા આપવાની જરૂર હતી, પરંતુ એમ ન બન્યું. કાયદાની દ્દૃષ્ટિએ આ લગ્ન માન્ય નથી, પરંતુ એક લિવ ઇન રિલેશનશિપ છે, તો છૂટાછેડાનો સવાલ જ ઊભો થતો નથી. અમે ઘણા સમય પહેલાં છૂટાં થઈ ગયાં હતાં, પરંતુ આ અંગત મુદ્દો હોવાને કારણે મેં આ વાત પોતાના સુધી સીમિત રહેવા દીધી.’
આટલું જ નહીં નુસરતે નિખિલ પર મની લૉન્ડરિંગનો પણ આરોપ લગાવ્યો છે. નુસરતે કહ્યું હતું કે, ‘નિખિલે તેની જાણકારી વગર તેના ખાતામાંથી પૈસા ઉપાડ્યા છે. ગેરકાયદે રીતે શ્રીમંત માણસ હોવાનો ઢોંગ કરીને રાત્રે કોઈ પણ સમયે મારી જાણ બહાર મારા ખાતામાંથી પૈસા લઈ લે છે. મને એ જણાવતાં દુઃખ થાય છે કે મારા બધા પૂર્વજોનાં ઘરેણાં જે મારા કુટુંબના સભ્યોએ મને ભેટ આપ્યાં હતાં એ પણ નિખિલ પાસે છે.
આપને જણાવી દઈએ કે 19 જૂન, 2019 ના રોજ નુસરત જહાં સાથે નિખિલ જૈનનાં લગ્ન થયાં હતા. આ પહેલાં બંને એકબીજાને ડેટ કરી રહ્યાં હતાં. લગ્નની વિધિ તુર્કીમાં થઈ હતી, જ્યાં ફક્ત પરિવાર અને મિત્રો હાજર હતા. જોકે હાલમાં એવા અહેવાલ વહેતા થયા છે કે, નુસરત જહાં જાણીતા અભિનેતા અને ભાજપ નેતા યશદાસ ગુપ્તાની ખૂબ જ નજીક છે. બંને ગત વર્ષે ડિસેમ્બરમાં રાજસ્થાનની ટ્રિપ પર ગયાં હતાં.
બાબા રામદેવને વધુ એક ઝટકો. ભૂતાન પછી આ દેશે પણ કોરોનિલ પર રોક લગાવી. જાણો વિગત…v