Site icon

ગજબ કહેવાય-  Mercedes Benz સાથે ટકરાયું ટ્રેક્ટર- રીતસર થઈ ગયા બે ટુકડા- જુઓ વિડીયો 

News Continuous Bureau | Mumbai

આંધ્રપ્રદેશ(Andra Pradesh)માં તિરુપતિ(Tirupati) પાસે ચંદ્રગિરી બાયપાસ રોડ (Chandragiri Bypass Road) પાસે અકસ્માત થયો હતો. બેન્ઝ કાર(Benz car) અને ટ્રેક્ટર(Tracktor) વચ્ચે થયેલા અકસ્માતમાં ટ્રેક્ટરના એન્જિન(Tracktor Engine)ના બે ટુકડા થઈ ગયા હતા. અકસ્માતમાં એક વ્યક્તિને ઈજા થઈ છે. આ વ્યક્તિને નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઘટનાની માહિતી મળ્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને તાત્કાલિક બચાવ કામગીરી શરૂ કરી હતી. આ અંગે એક કેસ પણ નોંધવામાં આવ્યો છે. અકસ્માત(Road Accident)ના પગલે રોડ પર થોડા સમય માટે ટ્રાફિક પણ જામ(Traffic Jam) થયો હતો. બાદમાં ટ્રેક્ટરને બાજુમાં મુકીને ટ્રાફિકની અવર-જવર શરૂ કરવામાં આવી હતી. 

Join Our WhatsApp Community

 

અકસ્માત રાનીગુનતા-ચિત્તુર બાયપાસ પર અકસ્માત થયો હતો. બેન્ઝ કાર તિરુપતિથી ચિત્તોર તરફ જઈ રહી હતી અને ટ્રેક્ટ રોંગ સાઈડે આવતા બંને અથડાયા હતા. મર્સિડીઝ કાર(Mercedes Car)ને વધુ નુકસાન થયું ન હતું. જોકે અંદર બેઠેલા કોઈ વ્યક્તિને ઇજા થઈ નહોતી. અકસ્માતમાં ટ્રેકટરના એન્જિનના બે ટુકડા થઈ ગયા હતા. ટ્રેક્ટર ટ્રોલી(Tractor tolly)થી અલગ પડી ગયું હતું. ટ્રેક્ટરનું એન્જિન સંપૂર્ણ રીતે નાશ પામ્યું હતું અને તેના કેટલાક ભાગ રોડ પર છુટાછવાયા પડ્યા હતા. ટ્રોલી પણ રોડ પર ઉંધી વળી ગઈ હતી. ટ્રેક્ટરના ડ્રાઈવરે ઈજા થઈ હતી. 

આ સમાચાર પણ વાંચો : એ હાલો- મુંબઈગરાઓએ મરીન ડ્રાઇવ પર બોલાવી ગરબાની રમઝટ- બિઝનેસ ટાયકૂન આનંદ મહિન્દ્રાએ શેર કર્યો વિડિયો- તમે પણ જુઓ

બેન્ઝના આગળના ભાગને નુકસાન થયું હતું. અકસ્માતમાં ટ્રેક્ટરના એન્જિનના બે ટુકડા થતા જોઈને સ્થાનિકોને પણ નવાઈ લાગી હતી. સ્થાનિકોના જણાવ્યા મુજબ અકસ્માતના સમયે બેન્ઝની સ્પીડ ૧૦-૧૨૦ કિમીની હતી. અકસ્માતની માહિતી મળ્યા પછી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી

Uddhav Thackeray: મુંબઈમાં મરાઠી અસ્મિતા અને સત્તાના 25 વર્ષ: વાસ્તવિક પ્રગતિ કે માત્ર રાજકીય ખેલ? ગુરુવાર, 8 જાન્યુઆરી, 2026
Mercury Nakshatra Transit 2026: બુધનું નક્ષત્ર પરિવર્તન: 7 જાન્યુઆરીથી આ 3 રાશિવાળાઓના કરિયરમાં લાગશે ચાર ચાંદ, પગારમાં થશે ધરખમ વધારો
Vatican City: આ દુનિયાનો એક એવો દેશ જ્યાં નથી કોઈ ‘શાળા’ કે નથી કોઈ ‘શિક્ષક’: કારણ જાણીને ચોંકી જશો; જાણો વેટિકન સિટીની અનોખી દુનિયા વિશે.
Meaning of City Suffixes India: શા માટે ભારતના શહેરો પાછળ લાગે છે ‘પુર’, ‘બાદ’ કે ‘ગઢ’? જાણો આ નામો પાછળ છુપાયેલો રોમાંચક ઇતિહાસ.
Exit mobile version