Site icon

બ્યૂટી ટિપ્સ-વાળ ને તૂટતાં અને ખરતા અટકાવવા માટે કરો આ આયુર્વેદિક ઔષધિનો હેર પેક-જાણો તેને બનાવવા અને ઉપયોગ કરવાની રીત

News Continuous Bureau | Mumbai

વાળની ​​તંદુરસ્તી જાળવવા માટે આપણે તેની માવજત કરવી પડતી હોય છે તેના માટે આપણે સમયાંતરે મસાજ, હેર ઓઇલિંગ(hair oiling) કરતા રહેવું પડે છે. નહિંતર, વાળ ખરવાની, તૂટવાની જેવી સમસ્યા શરૂ થાય છે. આવી સ્થિતિમાં, અમે તમને અહીં એક એવી જડીબુટ્ટી વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જેને વાળમાં લગાવવાથી તેની ચમક અને વૃદ્ધિ બમણી થઈ જાય છે. એ આયુર્વેદિક ઔષધિનું નામ છે બ્રાહ્મી(brahmi). તો ચાલો જાણીએ કે તેનો હેર પેક કેવી રીતે તૈયાર કરવો અને કઈ સામગ્રીની જરૂર છે.

Join Our WhatsApp Community

બ્રાહ્મી હેર પેક બનાવવાની રીત 

તેને બનાવવા માટે તમારે 02 ચમચી હીના પાવડર,(henna powder) 02 ચમચી બ્રાહ્મી પેસ્ટ (brahmi pest)અને 01 ચમચી દહીં (curd)જોઈશે. હવે આ ત્રણ ઘટકોને એકસાથે મિક્સ કરીને પેસ્ટ બનાવો. પછી તેને થોડી વાર ઢાંકીને રાખો. આ પછી, તૈયાર કરેલી પેસ્ટને આખા વાળમાં સારી રીતે લગાવો. જ્યારે પેક (pack)વાળમાં સુકાઈ જાય ત્યારે તેને હર્બલ શેમ્પૂથી(herbal shampoo) ધોઈ લો. અઠવાડિયામાં એકવાર આ પેક લગાવવાથી વાળનો ગ્રોથ વધે છે અને ચમક આવે છે. આ ઉપરાંત આ હેર માસ્કના ઘણા ફાયદા છે.

1. આ હેર પેક લગાવવાથી ડેન્ડ્રફ(dandruff) અને સ્કૅલ્પ સંબંધિત ઈન્ફેક્શનથી છુટકારો મળે છે. બ્રાહ્મીમાં એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે, જે વાળની ​​સમસ્યાને ઓછી કરવામાં મદદરૂપ છે.

2. આ સિવાય તે વાળ ખરતા (hair fall)અટકાવે છે, જેના કારણે વાળનો ગ્રોથ સારો થાય છે. આ સાથે બે મોઢાના વાળ પણ દૂર થાય છે.

3. સાથે જ જે લોકોને ટાલ પડવાની સમસ્યા છે તેમના માટે પણ આ હેર પેક ખૂબ જ ફાયદાકારક છે. તેમાં રહેલા વિટામિન ઈ, બાયોકેમિકલ કમ્પાઉન્ડ અને એન્ટી-ઓક્સીડેન્ટ વાળ ખરતા (hair fall)અટકાવે છે.

આ સમાચાર પણ વાંચો: બ્યૂટી ટિપ્સ- હોઠ ના ઉપલા ભાગ ઉપર ના વાળ દૂર કરવા માટે વેક્સિંગ કે થ્રેડિંગ કઈ પદ્ધતિ વધુ સારી છે- જાણો બંનેના ફાયદા અને ગેરફાયદા વિશે

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version