ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
નવી દિલ્હી
16 જુલાઈ 2020
હેકર્સે દુનિયાના દિગ્ગજ નેતાઓ, જાણીતી હસ્તીઓ, ઉદ્યોગપતિઓ અને કંપનીઓના ટ્વિટર હેન્ડલ હેક કરી લીધા છે. મળેલી માહિતી મુજબ હેકર્સે બુધવારે મધરાત્રે જેમના ટ્વિટર એકાઉન્ટ હેક કર્યાં તેમાં માઈક્રોસોફ્ટના સહ સંસ્થાપક બિલ ગેટ્સ, ટેસ્લાના સીઈઓ ઈલોન મસ્ક, અમેરિકાના રેપર કાન્યે વેસ્ટ, અમેરિકાના પૂર્વ ઉપરાષ્ટ્રપતિ જો બિડેન, અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામા, ઈઝરાયેલના પ્રધાનમંત્રી બેન્જામિન નેતન્યાહૂ, વોરેન બફેટ, એપલ, સહિત અનેક મહત્વના એકાઉન્ટ હેક કરવામાં આવ્યાં છે. આ એકાઉન્ટ હેક કરીને તેના પર એક ખાસ પ્રકારના સંદેશ પોસ્ટ કરવામાં આવ્યાં છે. હેકર્સ આ લોકોના એકાઉન્ટથી ટ્વિટ કરી રહ્યાં છે અને બિટકોઈન માંગી રહ્યાં છે.
એપલના એકાઉન્ટથી લખવામાં આવ્યું કે હતું કે "અમે તમને લોકોને ઘણું બધુ આપવા માંગીએ છીએ. આશા છે કે તમે સપોર્ટ કરશો. તમે જેટલા પણ બિટકોઈન મોકલશો તેને ડબલ કરીને પાછા અપાશે. આ ઑફર ફક્ત 30 મિનિટ માટે જ છે." જો કે પોસ્ટ થયાના ગણતરીની મિનિટોમાં જ આ ટ્વિટ્ ડિલિટ થઈ ગઈ હતી. હજુ પણ એ જાણ નથી થઈ કે આખરે આટલી જાણીતી હસ્તીઓના ટ્વિટર એકાઉન્ટને કોણે નિશાન બનાવ્યાં છે?.
આ સમગ્ર ઘટના અંગે ટ્વિટરે કહ્યું કે "જાણીતા લોકોના ટ્વિટર એકાઉન્ટ હાઈજેક થવાની જાણકારી છે. હાલ અમે આ મામલે તપાસ કરી રહ્યાં છે, પ્રશ્ન ને ઉકેલવા માટે જરૂરી પગલાં ભરી રહ્યાં છીએ. જે કંઈ હશે તેની જાણ અમે જલદી જ અપડેટ કરીશું…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com