ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 7 સપ્ટેમ્બર, 2021
મંગળવાર
લગ્નએ જીવનની સહુથી મોટી ઘટના છે. ઘણીવાર આપણી આસપાસ લગ્નના વિચિત્ર કિસ્સાઓ બનતા રહે છે. તાજેતરમાં જ કર્ણાટકમાં એક કિસ્સો બન્યો છે જેમાં એક યુવક સાથે લગ્ન કરવા માટે બે યુવતીઓ જીદે ચડી ગઈ પછી યુવકે ટૉસ કરીને પોતાની લાડીને પસંદ કરી.
સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ મામલામાં લગ્ન પહેલાં બે યુવતીઓ જોડે અફેર કરવાનું આ યુવકને ભારે પડ્યું. બન્ને પ્રેમિકાઓ યુવાન જોડે પરણવા એક સાથે આવી. વરરાજા બન્નેને જોઈને કન્ફ્યુઝ થઈ ગયો. ત્યારબાદ યુવકે પોતાનો પ્રેમ બન્ને માટે કબૂલ કરતા કહ્યું કે તેને બન્ને છોકરીઓ ગમે છે પણ લગ્ન એકની સાથે જ કરી શકશે. પછી યુવકે સિક્કો નીકાળી ટૉસ કર્યો અને પોતાની જીવનસાથી ફાઇનલ કરી.
જાણકારી મુજબ આ યુવાનનું બન્ને યુવતીઓ જોડે અફેર હતું. આ વાતથી અજાણ યુવતીઓએ તેની સાથે લગ્ન કરવાનું સપનું સેવી લીધું. અચાનક બન્નેને યુવક દગો આપે છે તેવી જાણ તેમને થઈ પણ યુવતીઓએ બ્રેકઅપ કરવાને બદલે યુવક જોડે લગ્ન કરવાનું નક્કી કર્યું.