ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
03 ડિસેમ્બર 2020
કોરોનાના સમયગાળામાં પણ સરકારી મંજૂરી બાદ લગ્નો થઈ રહયાં છે. અસંખ્ય લોકો નિયમો અને કાયદાઓનું પાલન કરીને, અન્ય લોકોને પણ પ્રોત્સાહન આપી રહયાં છે. સાથે જ લોકો નવદંપતીને કોરોનાથી બચવા નોખી અનોખી ભેટ આપી રહયાં છે.
હાલમાં જ દિલ્હી નજીકના ગુરુગ્રામમા થયેલાં લગ્ન બહુ ચર્ચામાં છે. અહીં લગ્ન દરમિયાન કન્યા પક્ષ વધુને ચોખા દ્વારા પોખવાની વિધિ હોય છે. આ ધાર્મિક વિધિમાં નવા દંપતીને કોરોના જેવા રોગચાળાથી બચાવવા માસ્ક અને સેનિટાઇઝર્સ પાલવ ભરવામાં આવ્યો હતો. આ દૃશ્ય જોઈને જાનૈયા સહિત સૌના ચહેરા ખુશીથી ખીલી ઉઠ્યા હતા.
આ ઘટનામાં, પાંચ ભાઈઓની એક બહેનને કોરોના રોગને ધ્યાનમાં રાખીને 5100 માસ્ક અને મોટી માત્રામાં સેનિટાઇઝરો આપવામાં આવ્યાં હતાં. આટલું જ નહીં ભાઈઓ એ બહેનને 51 લાખ રૂપિયાની રોકડ રકમ સાથે એટલા જ રકમની કોરોનાને લાગતો સામાન આપ્યો હતો. આ દરમિયાન લગ્નમાં આવતા તમામ મહેમાનોને સેનિટાઇઝર અને માસ્ક પણ ફ્રી વહેંચવામાં આવ્યા હતા. આમ આ લગ્નમાં, કન્યા પક્ષે સંદેશ આપવાનો પ્રયાસ કર્યો કે જો કોરોના રોગ સામે લડવાની છે, તો માસ્ક આવશ્યક છે.