ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 8 ડિસેમ્બર 2021
બુધવાર.
મોર્ગેજ કંપની બેટર ડોટ કોમના સીઇઆ વિશાલ ગર્ગે એકસાથે ૯૦૦ કર્મચારીઓની કરેલી હકાલપટ્ટી ચર્ચાનો વિષય બની છે. સોશિયલ મીડિયા પર તેની જબરજસ્ત ચર્ચા છે. કર્મચારીઓએ પણ જણાવ્યું હતું કે ક્રિસમસ નજીકમાં છે ત્યારે આ પ્રકારનું પગલું અત્યંત ક્રૂર ગણી શકાય. ૪૩ વર્ષના ગર્ગે ઝૂમ કોલમાં જણાવ્યું હતું કે હું તમારી સમક્ષ સારા સમાચાર લઈને આવ્યો નથી. જાે તમે આ કોલ પર છો તેનો અર્થ એવો થાય છે કે તમે હકાલપટ્ટી પામનારાઓમાં એક છો. તમારી નોકરી તાત્કાલિક અસરથી પૂરી થાય છે. ગર્ગે જણાવ્યું હતું કે આ સમાચાર તમને સાંભળવા નહી ગમે, પરંતુ આ મારો નિર્ણય છે. મારા માટે આ ખરેખર પડકારજનક નિર્ણય હતો. મારી કારકિર્દીમાં હું બીજી વખત આવું કરી રહ્યો છું અને મેં આ પહેલી વખત કર્યુ ત્યારે હું રોયો હતો. જાે કે કંપનીના અધિકારીઓનું કહેવું છે કે દસ હજાર કર્મચારીઓ ધરાવતી કંપનીમાં ફક્ત નવ ટકા લોકોને જ છૂટા કરાયા છે. ગર્ગ ન્યૂયોર્ક યુનિવર્સિટી સ્ટર્ન સ્કૂલ ઓફ બિઝનેસનો એલ્યુમનસ છે અને ત્રણ સંતાનોનો પિતા છે. તેણે ૨૦૧૩માં તેની પત્ની સાથે બેટર ડોટ કોમની સ્થાપના કરી હતી. તેણે જાેયું કે મોટાભાગના અમેરિકનોએ મકાન ખરીદવા માટે અત્યંત અઘરી અને જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું પડે છે, તેનું સોલ્યુશન પૂરુ પાડવા કંપની સ્થાપી હતી. ઝૂમ કોલમાં ગર્ગે સમજાવ્યું હતું કે બજાર બદલાઈ ગયું છે અને કંપનીએ ટકવા માટે તેની સાથે વહેવું પડશે. બેટર ડોટ કોમની ઓફિસ ભારતમાં છે અને ભારતમાંથી કેટલાને નીકાળ્યા છે તેના કોઈ સમાચાર નથી.ભારતીય મૂળના અમેરિકન સીઇઓએ ઝૂમ એપ્લિકેશન પર એકસાથે ૯૦૦ કર્મચારીઓની હકાલપટ્ટી કરીને અમેરિકાના વર્કપ્લેસમાં તોફાન મચાવી દીધું છે. રોકાણકારોએ કંપનીમાં ૭૫ કરોડ ડોલરનું રોકાણ કર્યુ હોવા છતાં પણ સીઇઓએ બજારની નબળી સ્થિતિ, કથળેલી ઉત્પાદકતા અને નબળી કામગીરીના આધારે કર્મચારીઓને હકાલપટ્ટી કરી હતી.