ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 27 ફેબ્રુઆરી 2022,
રવિવાર,
રશિયા-યુક્રેન સંકટ ચરમસીમાએ છે. બંને દેશો વચ્ચે યુદ્ધ જેવો માહોલ જોવા મળી રહ્યો છે. રશિયામાં સૈનિકો તૈનાત છે ત્યારે યુક્રેનની સરકારે યુદ્ધની આશંકા વચ્ચે દેશમાં આગામી ૩૦ દિવસ માટે કટોકટીની સ્થિતિ જાહેર કરી છે. દુનિયાની નજર આ વિવાદ પર છે. છેલ્લા ઘણા દિવસોથી આ વિવાદ તમામ ન્યૂઝ ચેનલો અને અખબારોમાં હેડલાઈન્સ બનાવી રહ્યો છે. આ દરમિયાન એક અમેરિકન રિપોર્ટરનો વીડિયો દુનિયાભરમાં ચર્ચાનો વિષય બન્યો છે.
આ રિપોર્ટરે રશિયા-યુક્રેન સંકટને એક-બે નહીં પરંતુ કુલ ૬ ભાષાઓમાં કવર કર્યું છે. જ્યાં સામાન્ય રીતે લોકો ૨-૩ ભાષાઓ શીખવામાં તેમનું આખું જીવન પસાર કરી દેતા હોય છે, આવી સ્થિતિમાં એક રિપોર્ટર માટે ૬ ભાષાઓ બોલવી ખૂબ જ આશ્ચર્યજનક છે. હવે આખી દુનિયા એ રિપોર્ટરની ચાહક બની ગઈ છે. વાયરલ થઈ રહેલા આ વીડિયોને જોઈને તમે પણ તેના ફેન બન્યા વગર રહી શકશો નહીં.
Six-language coverage from #Kyiv with @AP_GMS. In this order: English, Luxembourgish, Spanish, Portuguese, French, and German. pic.twitter.com/kyEg0aCCoT
— Philip Crowther (@PhilipinDC) February 21, 2022
રિપોર્ટરનું નામ ફિલિપ ક્રાઉધર જણાવવામાં આવી રહ્યું છે. તેણે પોતે પોતાના ટિ્વટર હેન્ડલ પર વીડિયો શેર કર્યો અને જણાવ્યું કે તેણે ૬ અલગ-અલગ ભાષાઓમાં રિપોર્ટ રજૂ કર્યો છે, જેમાં અંગ્રેજી, લક્ઝમબર્ગિશ, સ્પેનિશ, પોર્ટુગીઝ, ફ્રેન્ચ અને જર્મનનો સમાવેશ થાય છે. માત્ર ૫૯ સેકન્ડના આ વીડિયોને અત્યાર સુધીમાં ૨૦ મિલિયન એટલે કે ૨ કરોડથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે, જ્યારે ૧ લાખ ૬૭ હજારથી વધુ લોકોએ વીડિયોને લાઈક પણ કર્યો છે. ત્યારે લોકોએ વીડિયો જાેયા પછી વિવિધ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી છે.
હવે ફિલિપના આ અદ્ભુત કૌશલ્યને વિશ્વભરમાંથી પ્રશંસા મળી રહી છે, જેમાં લગ્નના કેટલાક પ્રસ્તાવો પણ સામેલ છે. એક પત્રકારે તો ત્યાં સુધી કહ્યું કે, ‘હું કેટલાક એવા લોકોને ઓળખું છું જેઓ છ ભાષાઓ બોલે છે, પરંતુ મેં ક્યારેય કોઈને જાેયા નથી જે આટલી સુંદરતા અને સ્પષ્ટતા સાથે લાઈવ-ટીવી કરી શકે.’ તેવી જ રીતે અન્ય ઘણા યુઝર્સે અલગ-અલગ પ્રકારની કોમેન્ટ કરી છે.