ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,13 જાન્યુઆરી 2022
ગુરુવાર.
14મી ના રોજ ઉત્તરાયણની ઉજવણી કરવા પતંગરસિયામાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પતંગના વેપારી રાજુ જસાણીના જણાવ્યા અનુસાર ગત વર્ષની સાપેક્ષે આ વર્ષે બજારમાં ખરીદીનો સારો માહોલ જોવા મળી રહ્યો છે. અત્યારથી જ બજારમાં ખરીદીને લઇ હલચલ જોવા મળતા આ વર્ષે ઉત્તરાયણ સારી જવાના એંધાણ વર્તાય રહ્યા છે. સમયને આધીન લોકો તહેવારની ઉજવણી કરતા હોય છે. પતંગના વેપારી જેનિલ ચંદારાણાના જણાવ્યા અનુસાર આ વર્ષે અનેક વેરાઇટીની ભાવની પતંગો જોવા મળી રહી છે. ત્યારે આ વર્ષે સામાન્ય રીતે પતંગમાં રૂ. ૪૦થી ૫૦ અને ફીરકીમાં ૯ તારની સાથે રૂ.૪૫૦થી ૫૦૦ સુધીની માંગ વધુ છે.
હેં!! મુકેશ અંબાણીને પછાડી એશિયાના સૌથી ધનિક વ્યક્તિ બની ગયા આ કંપનીના CEO; જાણો વિગત
શુક્રવારે ૧૪ જાન્યુઆરીના રોજ સૂર્ય બપોરે ૨.૩૦ કલાકે મકર રાશિમાં પ્રવેશ કરશે અને કમુરતાં પૂરા થશે. આ વર્ષે વરસાદ સારો પડશે. તેમજ દૂધ અને સોનાના ભાવ વધી શકે છે. આ વર્ષે મકરસંક્રાંતિનું વાહન વાઘ અને ઉપવાહન અશ્વ છે. મકરસંક્રાંતિના દિવસે સાત પ્રકારે તલનો ઉપયોગ કરવાથી ફાયદો થશે. તેમ શાસ્ત્રી રાજદીપ જાેશીએ જણાવ્યું છે. વધુમાં તેમના જણાવ્યાનુસાર મકરસંક્રાંતિ માટે એમ મનાઇ છે કે, જે- જે વસ્તુ સાથે સંબંધ ધરાવે છે તે વસ્તુ મોંઘી થશે. મકરસંક્રાંતિના દિવસે સાત પ્રકારે તલનો ઉપયોગ કરવાથી ફાયદો થાય છે. જેમાં તલ ખાવા, તલવાળા જળથી સ્નાન કરવું, તલના તેલનું લેપન કરવું, તલનો હોમ કરવો, તલનું દાન દેવું ,તલવાળુ જળ પીવું અને તલના તેલનો દીવો કરવાથી ફાયદો થશે. મકરસંક્રાંતિના દિવસે સૂર્યને અર્ધ્ય ખાસ આપવું, પિતૃતર્પણ કરવું તથા શિવ રુદ્રાભિષેક કરવો ઉત્તમ ફળ ગણાય છે.