News Continuous Bureau | Mumbai
ભારતની ચીપેસ્ટ અને સારી એરલાઈન્સ(Airlines) ગણાતી સ્પાઈસજેટ પર થોડા કેટલાક દિવસથી સુરક્ષાને લઈને ઘણા સવાલો ઉભા થઈ રહ્યા છે. ત્યારે ફરી એકવાર આવી ઘટના સામે આવી છે. જોકે આ વખતે આ ઘટના સ્પાઇસજેટ(Spicejet)માં નહી પણ ઇન્ડિગો(Indigo)ની ફ્લાઇટમાં બની હતી.
મીડિયા રિપોર્ટ મુજબ રવિવારે રાત્રે ઈન્ડિગો એરલાઈન(Indigo airline)ની દિલ્હીથી વડોદરા જતી ફ્લાઈટના એન્જીનમાં થોડીક સેકન્ડ માટે ખામી અનુભવાયા બાદ પાઈલટે સાવચેતીના પગલારૂપે તેને જયપુર(Jaipur)માં લેન્ડ કરવાનો નિર્ણય લીધો હતો. ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) ના અધિકારીઓએ શુક્રવારે આ માહિતી આપી. તેમણે કહ્યું કે ડીજીસીએ ગુરુવારની ઘટનાની તપાસ કરી રહી છે.
આ સમાચાર પણ વાંચો : મીરા-ભાંયદરમાં કોણ સાચ્ચુ-કોણ ખોટું-ઠાકરે અને શિંદે ગ્રુપે નગરસેવકોને લઈને એકબીજા દાવાને ફગાવ્યા-જાણો વિગત
પ્રવક્તાએ કહ્યું, 'પાયલટને રસ્તામાં એક ચેતવણી મેસેજ આપવામાં આવ્યો હતો. સાવચેતી રૂપે, પાયલટ વધુ તપાસ માટે એરક્રાફ્ટને જયપુર તરફ ડાયવર્ટ કર્યું હતું. મુસાફરોને તેમની આગળની મુસાફરી માટે વૈકલ્પિક વિમાનમાં બેસાડવામાં આવ્યા હતા.
ઉલ્લેખનીય છે કે એરલાઈન 'સ્પાઈસજેટ' પણ આ દિવસોમાં ડીજીસીએના તપાસના દાયરા હેઠળ છે. 19 જૂનથી ટેકનિકલ સમસ્યાઓના ઓછામાં ઓછા આઠ કેસ સામે આવ્યા બાદ DGCAએ 6 જુલાઈએ સ્પાઈસ જેટના વિમાનોને કારણદર્શક નોટિસ જારી કરી હતી.