Site icon

ઝડપી ગાડી દોડાવનારાઓ માટે આનંદના સમાચાર-સરકાર આ રસ્તાઓ પર વેગ મર્યાદા વધારશે-જાણો વિગત

News Continuous Bureau | Mumbai

કેન્દ્ર સરકાર(Central govt) હાઈવે(Highway) પર વાહનો(Vehicles) માટે રહેલી વર્તમાન સ્પીડ લિમિટ (Current Speed Limit) વધારવા અંગે વિચારી રહી છે. કેન્દ્રીય માર્ગ પરિવહન મંત્રી(Union Minister of Road Transport) નીતિન ગડકરીએ(Nitin Gadkari) બુધવારે એક પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે કેન્દ્ર અને રાજ્ય દ્વારા ટૂંક સમયમાં કાયદામાં સુધારો કરવામાં આવશે. તેથી હાઈવે પર વાહવોની વેગ મર્યાદા વધશે.

Join Our WhatsApp Community

દેશમાં અનેક રાજ્યોમાં આવેલા શહેરોની એકબીજા સાથેની કનેક્ટીવીટી વધી રહી છે. મોટા પાયા પર હાઈવે પહોળા કરવાનું કામ કરવામાં આવી રહ્યું છે. હાલ દેશમાં છ લેન તથા આઠ લેનના રાષ્ટ્રીય ધોરીમાર્ગો(National highways) બનાવવામાં આવી રહ્યા છે. પરંતુ આના પર ગતિ મર્યાદાઓ છે. બધી જગ્યાએ સ્પીડ ગન(Speed Gun) છે. જો નિયમો તોડવામાં આવે તો વાહન ચાલકોએ (Drivers) દંડ ભરવો પડે છે. પરંતુ હવે બહુ જલદી હાઈવે પર સ્પીડમાં વાહનો ચલાવી શકાશે.

આ સમાચાર પણ વાંચો : હવે આબુ અને અંબાજી બંને રેલવે લાઈનથી જોડાશે-જાણો શું છે રેલવેની નવી યોજના

નિતીન ગડકરીએ નેશનલ હાઇવે(National Highway) ઓથોરિટી દ્વારા મરાઠવાડામાં(Marathwada) ચાલી રહેલા કામોની સમીક્ષા કર્યા બાદ જણાવ્યું હતું કે મરાઠવાડામાં ઘણું કામ ચાલી રહ્યું છે. અમે રસ્તા પહોળા કરી રહ્યા છીએ. પરંતુ લોકોની સ્પીડ લિમિટ(Speed limit) અંગે ફરિયાદો છે. આ અંગે કેન્દ્ર અને રાજ્યના કાયદા અલગ-અલગ છે. તેના ઉકેલ તરીકે અમે ટૂંક સમયમાં બેંગ્લોરમાં(Bangalore) કેન્દ્ર અને તમામ રાજ્યોની બેઠક યોજીશું. તેના પર ચર્ચા કર્યા બાદ બંને પક્ષો તરફથી કાયદામાં સુધારા અંગે રસ્તો કાઢવામાં આવશે. પરિણામે વાહનચાલકોની(motorists) આ સમસ્યા ટૂંક સમયમાં હલ થશે.
 

Gold Price: સતત બીજા દિવસે સોનું તૂટ્યું! ૮ નવેમ્બરના રોજ ભાવમાં મોટો ઘટાડો, રોકાણ કરતા પહેલા તમારા શહેરના રેટ જાણી લો!
Operation Sindoor: સુરક્ષા એજન્સીઓ એલર્ટ: કાશ્મીરમાં આતંકી હુમલાની સિક્રેટ તૈયારીઓનો મોટો ખુલાસો, ગુપ્તચર રિપોર્ટથી ખળભળાટ
Anil Ambani: અઅનિલ અંબાણીને EDનું સમન્સ: ૭૫૦૦ કરોડની સંપત્તિ જપ્ત થયા બાદ કાર્યવાહી, ૧૪ નવેમ્બરે હાજર થવા આદેશ
Mumbai Local: નવેમ્બરના પહેલા જ રવિવારે મુશ્કેલી: મુંબઈની ત્રણેય લોકલ લાઈન પર મેગાબ્લોક, ચાર મહત્ત્વના સ્ટેશનો પર ટ્રેન સ્ટોપ રદ.
Exit mobile version