ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
21 ઓગસ્ટ 2020
હિન્દી સિનેમા જગતના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારના ભાઈ અસલમ ખાનનું 88 વર્ષની ઉંમરમાં નિધન થઈ ગયું છે. તેઓ કોવિડ 19થી સંક્રમિત હતા. અસલમ ખાન મુંબઈના લીલાવતી હોસ્પિટલમાં ભરતી હતા. તેમના નિધનની ખબરથી પરિવારને ઘેરો આઘાત લાગ્યો છે.
હોસ્પિટલ તરફથી જારી એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે તેમને ડાયાબિટીસ, હાઈ બ્લડપ્રેશર અને ઈસ્કેમિક હાર્ટની બીમારી હતી. તેમનો કોવિડ 19 ટેસ્ટ પણ પૉઝિટિવ આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે પાછલા દિવસોમાં દિલીપ કુમારના બે ભાઈ અહસાન ખાન અને અસલમ ખાનને શ્વાસ લેવામાં મુશ્કેલી આવ્યા બાદ હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા હતા. જ્યાં બંન્નેનો કોરોના ટેસ્ટ પૉઝિટિવ નિકળ્યો હતો.
અહસાન ખાન હજુ પણ લીલાવતી હોસ્પિટલમાં ભરતી છે. તેમની સ્થિતિ ગંભીર બનેલી છે. હોસ્પિટલના ડૉક્ટરના જણાવ્યા પ્રમાણે, અહસાન ખાનની હાલત વધારે સારી નથી અને તે વધારે રિસ્પોન્સ પણ નથી કરી રહ્યા. તેમના શરીરમાં પહેલાથી જ ઑક્સીજનની કમી છે માટે કોરોના થઈ ગયા બાદ તેમને શ્વાસ લેવામાં વધારે મુશ્કેલી થઈ રહી છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com