ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
9 જુલાઈ 2020
વર્ષ 2020 બોલિવૂડ ફિલ્મ ઇન્ડસ્ટ્રી માટે દુ:ખદ સાબિત થઈ રહ્યું છે. અગાઉ ઋષિ કપૂર, ઈરફાન ખાન, સુશાંત સિંહ, સરોજ ખાન સહિતના સ્ટાર્સ બાદ બોલિવૂડના સૂરમા ભોપાલી એટલે કે જગદીપનું 81 વર્ષે નિધન થયું છે. જગદીપ હિંદી સિનેમાના જાણીતા અભિનેતા છે. દાયકાઓ સુધી તેમણે બોલિવૂડ પર રાજ કર્યું છે. જગદીપનું સાચું નામ સૈયદ ઇશ્તિયાક અહેમદ જાફરી હતું. પરંતુ હિન્દી ફિલ્મોમાં આવ્યા પછી તેમણે પોતાનું નામ જગદીપ રાખ્યું હતું. જગદીપે ઘણી લોકપ્રિય ફિલ્મોમાં તેના અભિનયનો જાદુ ફેલાવ્યો છે. જગદીપને શોલે ફિલ્મના 'સૂરમા ભોપાલી' પાત્રથી સૌથી વધુ ખ્યાતિ મળી હતી. પડદા પર એક કરતા ચઢિયાતા પાત્રો ભજતાં જગદીપે 400 થી વધુ ફિલ્મોમાં અભિનય કર્યો છે.
જગદીપ એવા કલાકાર હતા જેની ગણતરી ટોચન કલાકારોમાં થતી હતી. તેમની સ્ક્રીન પર એન્ટ્રી થતાંની સાથે જ પ્રેક્ષકો તાળીઓ પાડવા લાગતા. કોમેડિયન બનવાની તેમની યાત્રા શમ્મી કપૂરની ફિલ્મ બ્રહ્મચારીથી શરૂ થઈ હતી. છેલ્લે ફિલ્મ અંદાઝ અપના અપના ફિલ્મમાં તેમણે સલમાન ખાનના પિતાની ભૂમિકા ભજવી હતી. નોંધનીય છે કે જગદીપના પુત્રો જાવેદ જાફરી અને નાવેદ જાફરી પણ મનોરંજનની દુનિયામાં સક્રિય છે. તેમના પૌત્ર મીજએ પણ ગત વર્ષે હિન્દી સિનેમામાં અભિનેતા તરીકેની શરૂઆત ફિલ્મ મલાલથી કરી હતી…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ.
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com