ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
28 જુલાઈ 2020
પોતાના જમાનાની જાણીતી અભિનેત્રી રહી ચૂકેલી કુમકુમનું લાંબી બીમારી પછી મુંબઇના બાન્દ્રા સ્થિત ઘરમાં નિધન થયું છે. તેઓ 86 વર્ષનાં હતાં અને તેમનું અસલી નામ જેબુનિસા હતું. આ સમાચાર બાદ બોલિવૂડમાં શોકનું મોજુ ફરી વળ્યું છે. કોમેડિયન જગદીપના પુત્ર નાવેદ જાફરીએ કુમકુમને શ્રધ્ધાંજલિ આપતા ટ્વીટ કર્યું છે. તેમણે લખ્યું હતું કે અમે એક વધુ રત્ન ગુમાવ્યું છે. કુમકુમ અમારા પરિવારનો ભાગ હતી. શ્રેષ્ઠ અભિનેત્રીની સાથે તે એક સારી વ્યક્તિ પણ હતી.
અભિનેત્રી કુમકમે તેમના બોલિવૂડ કરિયરમાં 100થી વધુ ફિલ્મોમાં કામ કરી ચૂક્યા છે. તેમણે મધર ઇન્ડિયા, કોહીનૂર, ઉજાલા, એક સપેરા એક લૂટેરા, નયા દૌર સહિત અનેક ફિલ્મોમાં કામ કર્યું હતુ. કુમકુમે જહોની વોકર સાથે સીઆઇડી સહિતની ફિલ્મોમા સાથે કામ કર્યું હતુ. સીઆઇડીનું તેનું જહોનીવોકર સાથે પિકચરાઇઝ થયેલું ગીત યે બમ્બઇ મેરી જાન લોકપ્રિય થયુ હતુ. કુમકુમ તેમના યુગના સહ-કલાકારો કિશોર કુમાર અને ગુરુ દત્ત સાથે પણ કામ કરી ચુક્યા છે.
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com