ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, 30 નવેમ્બર 2021
મંગળવાર
જાણીતા પત્રકાર વિનોદ દુઆની તબિયત લથડી છે. જે બાદ તેમને ICUમાં દાખલ કરવા પડ્યા છે.
આ માહિતી તેમની પુત્રી અને કોમેડિયન મલ્લિકા દુઆએ આપી છે.
મલ્લિકા દુઆએ તેના ઈન્સ્ટાગ્રામ પર લખ્યું છે કે તેના પિતાની હાલત નાજુક છે..
સો. મીડિયા પર વાયરલ થઈ રહેલા વિનોદ દુઆના મરણના સમાચારને તેમની દીકરીએ રદિયો આપ્યો છે
મલ્લિકાએ ઇન્સ્ટાગ્રામ પર સ્ટોરી પોસ્ટ કરીને સ્પષ્ટતા કરી હતી કે, મારા પિતા હજુ પણ જીવે છે અને ફાઈટીંગ હજુ પણ શરુ છે. અફવા ન ફેલાવવા વિનંતી
ઉલ્લેખનીય છે કે, આ પહેલા વિનોદ દુઆ અને તેમની પત્ની ચિન્ના દુઆ કોરોના વાયરસના બીજા વેવ દરમિયાન કોરોના પોઝિટિવ હોવાનું જાણવા મળ્યું હતું. જે બાદ ચિન્ના દુઆનું કોરોનાને કારણે મોત થયું હતું.
એકબાજુ સ્કૂલો ખુલવાની છે ત્યારે નવા વેરિએન્ટથી મુંબઈના વાલીઓ ચિંતામાં
Join Our WhatsApp Community