News Continuous Bureau | Mumbai
એક તરફ ભારત સરકાર સ્વચ્છ ભારતની(swachh bharat) મોટા પાયા પર ઝુંબેશ હાથ ધરે છે. તો બીજી તરફ પાન-ગુટખા(Pan-gutkha) અને માવા ખાનારાઓ છે કે સુધરવાનું નામ લેતા નથી. પાન-ગુટખા ખાઈને ગમે ત્યાં થુંકનારોએ(spitters) હવે પ્લેનને પણ બાકાત રાખ્યું નથી. તાજેતરમાં એક આઈએસ ઓફિસરે(IAS officer) પ્લેનની સીટ(plane seat) પાસે કોઈ પાન-ગુટખા ખાઈ થુંક્યું હોવાનો ફોટો ટ્વીટર(Twitter) પર “કોઈએ તેમની ઓળખ છોડી દીધી" કહીને પ્લેનની અંદર ગુટખાના ડાઘનો ફોટો વાયરલ(Photo viral) કર્યો હતો.
છત્તીસગઢ કેડરના IAS અધિકારી અવનીશ શરણે(IAS officer Avanish sharan )વિમાનની અંદરથી એક તસવીર શેર કરી છે, જેમાં પ્લેનની એક બારીની નીચે ગુટખાના ડાઘ દેખાય છે.
આ તસવીર તેમણે બુધવારે ટ્વિટર પર શેર કરી હતી. આ વાયરલ તસવીરે ઇન્ટરનેટ પર ખળભળાટ મચાવી દીધો છે. કેન્દ્ર સરકાર(Central Government) સ્વચ્છતા અને સ્વચ્છતાને(Cleanliness) પ્રોત્સાહન આપવા માટે અનેક કાર્યક્રમો ચલાવે છે. પરંતુ ભારતમાં એવા લોકો છે જેઓ આ મુદ્દાને ગંભીરતાથી લેતા નથી.
अपनी पहचान छोड़ दी किसी ने. pic.twitter.com/xsl68VfhH1
— Awanish Sharan (@AwanishSharan) May 25, 2022
આ સમાચાર પણ વાંચો : યાત્રી કૃપયા ધ્યાન દે!! વેસ્ટર્ન રેલવેના આ સ્ટેશનો વચ્ચે આજથી ત્રણ દિવસ મેજર ટ્રાફિક અને પાવર બ્લોક, બહારગામની અનેક ટ્રેનો ટૂંકાવાશે તો અમુક ટ્રેન થશે રદ…
સોશિયલ મીડિયા પર તસવીર વાયરલ થવાની સાથે જ લોકોએ તેના પર કમેન્ટસ કરવાનું ચાલુ કરી દીધું હતું. અનેક યુઝરોને “ઘૃણાસ્પદ(Disgusting),” શરમજનક કહીને વિમાનમાં થુંકનારાની આકરી ટીકા હતી.