News Continuous Bureau | Mumbai
પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ હવે સુફિયાણી અને ડાહી ડાહી વાતો કરવા માંડ્યા છે. આ દિવસોમાં પાકિસ્તાન આર્થિક સંકટમાંથી પસાર થઈ રહ્યું છે. હાલત એવી છે કે ત્યાંના લોકોને ખાવા માટે લોટ નથી મળતો. આ દરમિયાન પાકિસ્તાનના વડાપ્રધાન શાહબાઝ શરીફનું એક નિવેદન સામે આવ્યું છે, જેમાં પાડોશી દેશનો અવાજ બદલાતો જોવા મળી રહ્યો છે. પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે પાકિસ્તાને તેનો પાઠ શીખી લીધો છે અને હવે તે શાંતિથી જીવવા માંગે છે.
અલ અરેબિયાને આપેલા ઈન્ટરવ્યુમાં પાકિસ્તાનના વડાપ્રધાને એમ પણ કહ્યું છે કે તેઓ ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે દરેક સમસ્યા પર ચર્ચા કરવા તૈયાર છે. શાહબાઝ શરીફે કહ્યું કે હું ભારતીય નેતૃત્વ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અપીલ કરું છું કે આપણે વાટાઘાટોના ટેબલ પર બેસીને દરેક મુદ્દાને ઉકેલવાનો પ્રયાસ કરીએ.
પાકિસ્તાને તેનો પાઠ શીખ્યો છે – શાહબાઝ
ભારત સાથેના સંબંધો સુધારવાની હિમાયત કરતા પાકિસ્તાની વડાપ્રધાને કહ્યું કે અમે પડોશી છીએ. શાંતિથી જીવવું એ આપણા પર છે. પ્રગતિ કરો અથવા એકબીજા સાથે લડો અને સમય અને સંસાધનોનો બગાડો કરો.” તેમણે વધુમાં કહ્યું, “અમે ભારત સાથે ત્રણ યુદ્ધો લડ્યા છે અને દરેક વખતે તે લોકો માટે વધુ નિરાધાર, ગરીબી અને બેરોજગારી લાવ્યા છે. અમે અમારો પાઠ શીખી લીધો છે અને અમે શાંતિથી જીવવા માંગીએ છીએ.
આ સમાચાર પણ વાંચો:
શાંતી સંદેશ
શાહબાઝ શરીફે કહ્યું કે, અમે અમારી સમસ્યાના ઉકેલ માટે તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીને મારો સંદેશ છે કે ચાલો બેસીને વાત કરીએ. પાકિસ્તાન નથી ઈચ્છતું કે આપણે બોમ્બ અને ગનપાઉડર બનાવવામાં અમારા સંસાધનો ખર્ચીએ.
યુદ્ધ વિનાશક છે
પરમાણુ શક્તિ હોવાનો ઉલ્લેખ કરીને શરીફે કહ્યું કે યુદ્ધ કોઈના માટે સારું નથી. તેણે કહ્યું, “અમે પરમાણુ શક્તિઓ છીએ, સશસ્ત્ર છીએ. પરંતુ હવે શાંતિ ઈચ્છીએ છીએ.