396
ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 ફેબ્રુઆરી 2021
ખેડૂત આંદોલન સંદર્ભે ટૂલ કીટ બનાવવાના મામલે અનેક ધરપકડ થઈ રહી છે. આંતરરાષ્ટ્રીય હસ્તીઓ પણ આ મામલે બરાબરના ફસાઈ છે.
ટૂલ કીટ એ એવી વસ્તુ છે જેમાં ઓનલાઇન આંદોલન સંદર્ભે દિશાનિર્દેશ રાખવામાં આવ્યા હોય છે. આ ઉપરાંત આ એક એવી રૂપરેખા હોય છે જેમાં આંદોલનને કઈ રીતે કયા તબક્કે આગળ ધપાવવું તેનો કાર્યક્રમ લખેલો હોય છે. આ ઉપરાંત કયા પ્રશ્નો ના કઈ રીતે ઉત્તર આપવા તેમજ કયો મામલો મીડિયામાં ચગાવવો અને તેને શી રીતે આગળ ધપાવવો તે માટેનો સોશિયલ મીડિયા મસાલો પણ મોજુદ હોય છે.
આમ toolkit એટલે સોશિયલ મીડિયા પર કેમ્પેન ચલાવવા માટે ની સામગ્રી.
You Might Be Interested In
