ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો,
મુંબઈ, 02, માર્ચ 2022,
બુધવાર,
વોટ્સએપ એપ્લિકેશન વિશ્વભરમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાતું ઇન્સ્ટન્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. લાખો લોકો દરરોજ મેટાની માલિકીના આ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે. વોટ્સએપ તેના વપરાશકર્તાઓ માટે પ્લેટફોર્મને સુરક્ષિત રાખવા માટે નિયમિતપણે બહુવિધ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂકે છે. આ જ ક્રમમાં કાયદાનું ઉલ્લંઘન કરનારાઓ સામે મોટી કાર્યવાહી કરી છે.
મેસેજિંગ એપ વોટ્સએપે જાન્યુઆરી 2022માં 18.58 લાખ ભારતીય વોટ્સએપ યુઝર્સને પ્રતિબંધિત કર્યા છે. વોટ્સએપને 495 ભારતીય ખાતાઓ વિરુદ્ધ ફરિયાદો મળી હતી, જેમાં 285 એકાઉન્ટને પ્રતિબંધિત કરવાની અપીલ કરવામાં આવી હતી. તેમાંથી 24 પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. 18.58 લાખ એકાઉન્ટમાંથી મોટાભાગનાને કંપનીએ તેની એપ અને સંસાધનો દ્વારા ગેરવર્તણૂકના આધારે પ્રતિબંધિત કરી દીધા હતા.
વોટ્સએપએ બેન કરેલા એકાઉન્ટ્સનો ડેટા પણ શેર કરવામાં આવ્યો છે. ઇન્ફોર્મેશન ટેક્નોલોજી (ઇન્ટરમિડીયેટ ગાઇડલાઇન અને ડિજિટલ મીડિયા કોડ ઑફ કન્ડક્ટ) નિયમો, 2022 હેઠળ, વોટ્સએપ ઇન્ડિયાએ રિપોર્ટમાં જણાવ્યું હતું કે, અમારી રિપોર્ટ્સ સુવિધા દ્વારા યુઝર્સ પાસેથી પ્રાપ્ત થયેલ છે. કંપની ભારતીય એકાઉન્ટ્સની ઓળખ 10 અંકના મોબાઈલ નંબર પહેલા +91 ના આઈએસડી કોડ દ્વારા કરે છે.
મેટાની માલિકી ધરાવતી ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ વોટ્સએપ પોતાના યુઝર્સ માટે અવારનવાર નવા ફીચર્સ અને અપડેટ્સ લાવે છે. સાથે જ કંપની સુરક્ષા પર પણ ધ્યાન આપે છે, જેથી યુઝર્સનો ડેટા અને વ્યક્તિગત માહિતી સુરક્ષિત રહે. આવી સ્થિતિમાં, કંપની કેટલીકવાર કેટલાક ખોટા અથવા નકલી એકાઉન્ટ્સને લઈને કડક પગલાં લે છે.