News Continuous Bureau | Mumbai
મેસેજ એપ્લિકેશન વોટ્સએપ(Whatsapp Messanger) અવાર નવાર તેના યુઝર્સ(users)ના અનુભવને વધારવા માટે નવા-નવા ફીચર્સ(New features)ને જાહેર લાવતું રહે છે. જોકે ફીચરને જાહેર કરતા પહેલા તેને ટેસ્ટિંગ માટે બીટા યુઝર્સ(beta user)ને તૈયાર કરાવવામાં આવે છે. દરમિયાન હવે કંપની વધુ એક નવું ફીચર વોટ્સએપ બીટા યુઝર્સ માટે તૈયાર કરાવી રહી છે. જેનાથી વોટ્સએપ ગ્રુપ એડમીન(Group Admin) ગ્રુપના કોઈ પણ મેસેજને ડિલીટ(Message delete Option) કરી શકશે.
જો કે, આ ફીચરને હાલમાં સિલેક્ટેડ યુઝર્સ માટે જાહેર કરવામાં આવ્યું છે. જેને લઇને વોટ્સએપના નવા ફીચર્સ પર નજર રાખનારી સાઈટ WABetaInfo એ રિપોર્ટ કર્યો છે. જો તમે ગ્રુપ એડમિન છો અને તમને હજી આ ફીચર મળ્યું નથી તો તમારે થોડી રાહ જોવી પડશે. જેને આવનારા સમયમાં બધા યુઝર્સ માટે તૈયાર કરાવવામાં આવશે.
આ સમાચાર પણ વાંચો : જો તમારે સોના-ચાંદીની ખરીદી કરવી હોય તો જલ્દી કરો- આજે ફરી ઘટ્યા ભાવ- જાણી લો લૅટેસ્ટ રેટ
આ ફીચરને ઘણુ વધારે ઉપયોગી જણાવવામાં આવ્યું છે. જેનાથી ગ્રુપ એડમીન ગ્રુપને વધુ સારી રીતે મેનેજ કરી શકશે. જ્યારે વોટ્સએપ એડમિન કોઈ બીજાના મોકલેલા મેસેજને ડિલીટ કરશે તો ગ્રુપના અન્ય મેમ્બર્સને આ અંગે બતાવવામાં આવશે. જેનાથી બાકી સભ્યોને ખબર હશે કે કયા એડમિને મેસેજને ડિલીટ કર્યો છે.