ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
આજના સમયમાં જેમ કોરોનાએ વિશ્વભરમાં મહામારી ફેલાવી છે અને તેનાથી નાગરિકોને બચાવવા વિવિધ મેડિકલ ગાઇડ લાઇનનો ફરજિયાત અમલ કરાવવામાં આવે છે. એવી જ સ્થિતિ આજ થી 115 વર્ષ પહેલા, જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા ત્યારે સર્જાઇ હતી. તે સમયે પ્લેગ નામની જીવલેણ બીમારી એ હાહાકાર મચાવી દીધો હતો. તે સમયે ગાંધીજીએ લોકોને સમજાવવા માટે 'ઇન્ડિયા ઓપિનિયન' માં 21 સુત્રો જાહેર કરી, લોકોને પાલન કરવાની વિનંતી કરી હતી. આ સૂત્રો આજે 115 વર્ષ પછી પણ કોરોનાના કાળમાં એટલા જ કારગર છે.. વાંચો આગળ..
@ હોસ્પિટલમાંથી આવેલા દર્દીએ સરકારની હેરાનગતિનો સામનો કરવો પડશે એવું વિચારવું જોઈએ નહીં.
@ કોઈ વ્યક્તિને અચાનક તાવ કે અસ્થમાનો હુમલો આવે તો તાકીદે સરકારનો, હોસ્પિટલ-દવાખાના નો સંપર્ક કરવો જોઈએ.
@ બીમારીમાં તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો.
@ દરેક વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ડર અથવા ભય રાખ્યા વિના જ્યાં હોય ત્યાં જ રહેવું જોઈએ.
@ પ્લેગ કે તેના સંપર્કમાં આવેલી વ્યક્તિ એ તુરંત જ તેના વસ્ત્રો ને ધોઈ તેમાંથી ઇન્ફેક્શન દૂર કરવું જોઈએ.
@ નાણાં બચાવવા પોતાની દુકાન સાથે એટેચ બેડરૂમ કે બાથરૂમમાં રાખવું નહીં.
@ દરેક વ્યક્તિએ પોતાનું ઘર ચોખ્ખું રાખવું.
@ ઘરમાં પૂરતા હવા-ઉજાસ આવવા દેવા.
@ બારી ખુલ્લી રાખીને ઊંઘવું.
@ દિવસના અને રાત્રે પહેરવાના કપડા સ્વચ્છ રાખવા.
@ હળવો અને સાદો ખોરાક લેવો.
@ રાત્રી ભોજનમાં ભારે ખોરાક કે ભવ્ય મિજબાની પાર્ટી કરવી નહિ.
@ સૌચાલયમાં માટી અથવા કોલસા રાખવા.
@ સૌચાલય રોજ સાફ કરવા.
@ ઘરની જમીનને રોજ ફીનાઈલ નાખી પોતા મારવા.
@ જ્યાં ઇન્ફેક્શન હોય ત્યાંની વસ્તુ ફરી ઉપયોગમાં લેવી નહીં.
@ એક રૂમમાં બે થી વધુ વ્યક્તિએ સૂવું જોઈએ નહીં.
@ વ્યક્તિએ ડાઇનિંગ એરિયા કે સ્ટોર રૂમમાં સૂવું નહીં.
@ ઘરમાં ઊંદર પ્રવેશે નહીં તે માટે દિવાલો પર પ્લાસ્ટર કરવું.
@ જે વ્યક્તિ ચાર દિવાલ વચ્ચે રહીને સતત કામ કરતી હોય તેણે દરરોજ ખુલ્લી હવામાં જવું.
@ દરરોજ વ્યાયામ કરવો અથવા તો ચાલવાનું રાખવું..