કોરોનાના સમયમાં, આજે ગાંધી જયંતી નિમિત્તે- 115 વર્ષ પૂર્વે ગાંધીજીએ મહામારીથી બચવા 21 મહામૂલા વચનો આપેલા તે વાંચો… 

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો
મુંબઈ
02 ઓક્ટોબર 2020
આજના સમયમાં જેમ કોરોનાએ વિશ્વભરમાં મહામારી ફેલાવી છે અને તેનાથી નાગરિકોને બચાવવા વિવિધ મેડિકલ ગાઇડ લાઇનનો ફરજિયાત અમલ કરાવવામાં આવે છે. એવી જ સ્થિતિ આજ થી 115 વર્ષ પહેલા, જ્યારે ગાંધીજી દક્ષિણ આફ્રિકામાં રહેતા હતા ત્યારે સર્જાઇ હતી. તે સમયે પ્લેગ નામની જીવલેણ બીમારી એ હાહાકાર મચાવી દીધો હતો. તે સમયે ગાંધીજીએ લોકોને સમજાવવા માટે 'ઇન્ડિયા ઓપિનિયન' માં 21 સુત્રો જાહેર કરી, લોકોને પાલન કરવાની વિનંતી કરી હતી. આ સૂત્રો આજે 115 વર્ષ પછી પણ કોરોનાના કાળમાં એટલા જ કારગર છે.. વાંચો આગળ.. 


@ હોસ્પિટલમાંથી આવેલા દર્દીએ સરકારની હેરાનગતિનો સામનો કરવો પડશે એવું વિચારવું જોઈએ નહીં.
@  કોઈ વ્યક્તિને અચાનક તાવ કે અસ્થમાનો હુમલો આવે તો તાકીદે સરકારનો, હોસ્પિટલ-દવાખાના નો સંપર્ક કરવો જોઈએ. 
@ બીમારીમાં તુરંત ડોક્ટરનો સંપર્ક કરવો. 
@ દરેક વ્યક્તિએ કોઈ પણ પ્રકારનો ડર અથવા ભય રાખ્યા વિના જ્યાં હોય ત્યાં જ રહેવું જોઈએ.
@ પ્લેગ કે તેના સંપર્કમાં આવેલી વ્યક્તિ એ તુરંત જ તેના વસ્ત્રો ને ધોઈ તેમાંથી ઇન્ફેક્શન દૂર કરવું જોઈએ.
@ નાણાં બચાવવા પોતાની દુકાન સાથે એટેચ બેડરૂમ કે બાથરૂમમાં રાખવું નહીં. 
@ દરેક વ્યક્તિએ પોતાનું ઘર ચોખ્ખું રાખવું. 
@ ઘરમાં પૂરતા હવા-ઉજાસ આવવા દેવા.
@ બારી ખુલ્લી રાખીને ઊંઘવું. 
@ દિવસના અને રાત્રે પહેરવાના કપડા સ્વચ્છ રાખવા. 
@ હળવો અને સાદો ખોરાક લેવો. 
@ રાત્રી ભોજનમાં ભારે ખોરાક કે ભવ્ય મિજબાની પાર્ટી કરવી નહિ.
@ સૌચાલયમાં માટી અથવા કોલસા રાખવા.
@ સૌચાલય રોજ સાફ કરવા.
@ ઘરની જમીનને રોજ ફીનાઈલ નાખી પોતા મારવા. 
@ જ્યાં ઇન્ફેક્શન હોય ત્યાંની વસ્તુ ફરી ઉપયોગમાં લેવી નહીં. 
@ એક રૂમમાં બે થી વધુ વ્યક્તિએ સૂવું જોઈએ નહીં.
@ વ્યક્તિએ ડાઇનિંગ એરિયા કે સ્ટોર રૂમમાં સૂવું નહીં. 
@ ઘરમાં ઊંદર પ્રવેશે નહીં તે માટે દિવાલો પર પ્લાસ્ટર કરવું. 
@ જે વ્યક્તિ ચાર દિવાલ વચ્ચે રહીને સતત કામ કરતી હોય તેણે દરરોજ ખુલ્લી હવામાં જવું.
@ દરરોજ વ્યાયામ કરવો અથવા તો ચાલવાનું રાખવું..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More