સોશિયલ મીડિયાની દુનિયા પતિ-પત્ની વચ્ચેના પ્રેમ અને ઝઘડાના વીડિયોથી ભરેલી છે. પરંતુ કેટલાક વીડિયો આનાથી અલગ પણ છે, જેને જોઈને હસવું રોકવું મુશ્કેલ છે. ત્યારે આવો જ એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયોમાં પત્ની તેના પતિનો ફોન ચેક કરવા માટે એવી તરકીબ લગાવે છે કે જોઈને હસવું રોકી નહીં શકો.
Ye to gaya!🤣 pic.twitter.com/6TdzFBBOxL
— Dr. Ajayita (@DoctorAjayita) March 22, 2023
પતિ ચિટિંગ કરતો હોય તો કઈ રીતે પકડવો તે માટેની ફની ટ્રિક આ વીડિયોમાં છે. પતિની ચિટિંગ પકડવા માટે પત્નીએ કરેલો કીમિયો કારગર નીવડે છે. પતિના ફોનમાં શંકાસ્પદ જોઈ પત્ની ખૂબ ગુસ્સે થઈ જાય છે અને પતિ સાથે મારકૂટ કરે છે. આ ફની વિડીયોને થોડા જ સમયમાં હજારો વખત જોવામાં આવ્યો છે અને નેટીઝન્સ પણ તેને પસંદ કરી રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : બોલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમના પિતાના ઘરેથી થઇ લાખો રૂપિયાની ચોરી, પોલીસમાં ફરિયાદ, આ વ્યક્તિ પર શંકા