News Continuous Bureau | Mumbai
ઈરાનથી(Iran) એક એવી ભયાનક ઘટના સામે આવી જેને સાંભળીને માણસ વિચારમાં પડી જવાય. અહીં એક પત્નીએ તેના પતિને પહેલા મારી નાખ્યો(Wife Killed husband) અને પછી તેના શરીરના ટુકડા(Body parts) કરી તેની બિરયાની(Biryani) બનાવીને ખાઈ ગઈ.
મીડિયામાં પ્રસારિત થયેલા અહેવાલો મુજબ આ ઘટના ઈરાનની રાજધાની તેહરાનની(Tehran) છે. અહીં સ્થિત એસ્લામ શહેર નામની એક જગ્યા પર ખતરનાક ઘટના સામે આવી છે. પતિ અને પત્ની વચ્ચે લાંબા સમયથી ઝઘડો ચાલી રહ્યો હતો. રિપોર્ટ મુજબ બંને વચ્ચે ઝઘડો એ હદે વકરી ગયો હતો કે રોજ બંને એકબીજાને મારતા હતા. આ બંનેના લગ્ન(Marriage) ઘણા સમય પહેલા થયા હતા અને તેમને ૫ વર્ષની એક પુત્રી પણ છે.
આ સમાચાર પણ વાંચો : ગુજરાતી ફિલ્મ ફક્ત મહિલાઓ માટે ને ફળ્યો પહેલો રવિવાર- આટલા કરોડની કરી કમાણી- જાણો શું છે ફિલ્મ ની ખાસિયત
રિપોર્ટ મુજબ પતિનું અન્ય એક મહિલા સાથે અફેર(Marital Affair) ચાલતું હતું. પત્નીને આ વાત જરાય પસંદ પડી નહીં. પતિને તેની પત્ની પસંદ નહોતી કારણ કે તે રોજ ઝઘડા કરતી હતી. બીજી બાજુ પતિ રોજ પત્નીને અને પુત્રીને મારતો હતો. એક દિવસ બંને વચ્ચે ઝઘડો એટલો વધી ગયો કે પતિ ચાકૂ લઈને આવી ગયો. આ દરમિયાન પત્નીએ ચાકૂ પતિ પાસેથી છીનવી લીધું. ત્યારબાદ જે થયું તેનો કોઈ વિશ્વાસ જ ન કરી શકે.
ગુસ્સામાં પત્નીએ પતિને મારી નાખ્યો અને તેના મૃતદેહના(Death Body) ટુકડા ટુકડા કરી નાખ્યા. એટલું જ નહીં તેની બિરયાની બનાવી અને તેને ખાવા લાગી. પોલીસને જ્યારે જાણવા મળ્યું તો પોલીસ પત્નીના ઘરે પહોંચી અને ત્યાં પતિના મૃતદેહના ટુકડા મળ્યા. પૂછપરછમાં મહિલાએ બધી વિગતો જણાવતા પોલીસ પણ ચોંકી ગઈ.
આ સમાચાર પણ વાંચો : તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા માં આવશે નવો ટ્વિસ્ટ-બાઘા અને નટુકાકા આપશે તેમના શેઠજી ને સરપ્રાઈઝ
હાલ મહિલાની ધરપકડ થઈ છે અને આ મામલાની તપાસ શરૂ થઈ ગઈ છે. પોલીસે પોતાના એક નિવેદનમાં જણાવ્યું છે કે મહિલાએ તેના પતિના શરીરના ટુકડા ટુકડા કર્યા અને ત્યારબાદ તેને પકાવી લીધા. પાડોશીઓને જ્યારે દુર્ગંધ આવવા લાગી તો તેમણે પોલીસને આ અંગે જાણકારી આપી હતી.