ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
કોલકોતા
24 જુલાઈ 2020
પત્નીએ 14 પુરુષો સાથે ગેરકાયદેસર સંબંધ બાંધ્યા હોવાનું જાણવા મળ્યા બાદ, પતિએ દરેકને કાનૂની નોટિસ મોકલીને કુલ 100 કરોડની બદનામીનો દાવો કર્યો છે. આવો ચોંકાવનારો કિસ્સો કોલકાતામાં પ્રકાશમાં આવ્યો છે.
એક ઉદ્યોગપતિ પતિનો આરોપ છે કે આ પુરુષોના કારણે તેમનું વૈવાહિક જીવનમાં ભંગાણ પડ્યું છે અને સમાજમાં તેમની પ્રતિષ્ઠા દૂષિત થઈ છે. વેપારી પતિનો દાવો છે કે તેણે પોતાની કાર ચાલકને ડિટેક્ટીવ બનાવીને તમામ પુરાવા એકત્રિત કર્યા છે. તેઓએ તમામ 14 લોકોને અલગ કાનૂની નોટિસ મોકલી છે. જેમાં જણાવ્યું છે કે "જો આ નોટિસ મળ્યાના બે અઠવાડિયામાં બદનક્ષી સંદર્ભે રૂપિયા આપવામાં નહીં આવે તો કાયદા મુજબ કાર્યવાહી કરવામાં આવશે."
નોટિસમાં, ઉદ્યોગપતિએ લખ્યું હતું – 'તાજેતરમાં મને ખબર પડી કે તમે લોકો મારી પત્ની સાથે શારીરિક સંબંધ બાંધ્યા છે અને ખાનગીમાં મારી પત્ની સાથે સંપર્કમાં રહો છો. તમે બધા જાણો છો કે તે પરિણીત છે. તમારામાંથી ઘણા મને તેના પતિ તરીકે પણ ઓળખે છે. તમે લોકોની આ ગેરકાયદેસર પ્રવૃત્તિથી મારું પરિણીત જીવન બરબાદ થઈ ગયું છે. હું મુશ્કેલીમાં જીવું છું. સમાજમાં મારી પ્રતિષ્ઠા પણ નાશ પામી છે. બદનામીના રૂપમાં તમે બધાએ મને આગામી બે અઠવાડિયામાં 100 કરોડ રૂપિયા આપવાના રહેશે. જો તમે આ નહીં કરો તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે."
આમ કોલકાત્તાની આ ચોંકાવનારી ઘટના કોઈ ફિલ્મની સ્ટોરી જેવી જ લાગી રહી છે. આ ઘટના સામે આવ્યા બાદ બધા જ સ્તબ્ધ છે…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com