ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020
સાંસ્કૃતિક અને રાજકીય કારણોસર હંમેશાં ચર્ચામાં રહેતું પૂણે શહેર બુધવારે એક અલગ કારણોસર ચર્ચામાં આવ્યું હતું. પુણેના કોથરૂડ એરિયામાં એક જંગલી ગાય અહીંના મહાત્મા સોસાયટીના પ્રાંગણમાં ભટકતી જોવા મળી હતી.
જંગલી ગાયના કોથરૂડમાં ઘૂસવાના સમાચારની જાણ થતાં જ પુણેકરો મહાત્મા સોસાયટીના પ્રાંગણમાં ઉમટ્યા હતા. હાલ આ જંગલી ગાયના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં, આ જંગલી ગાય થોડી ભયભીત જણાય છે. વન વિભાગને આની જાણ થતા જ તેને પકડી પાડી હતી. પરંતુ હાલ આખા પૂનામાં આ જંગલી ગાય ચર્ચાનો વિષય બની છે.
ઉલ્લેખનીય છે કે અગાઉ, તાળાબંધીના શરૂઆતના દિવસોમાં મુંબઈના જંગલી વિસ્તારોના વન્યપ્રાણીઓ અને પક્ષીઓ રસ્તા પર જોવા મળ્યાં હતાં. મોર આ સમયગાળા દરમિયાન ઘણીવાર દક્ષિણ મુંબઈની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. સંજય ગાંધી નેશનલ પાર્કમાં પણ હરણનાં ટોળાં મુક્તપણે ફરતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત, મરીન ડ્રાઇવ બીચ પર ડોલ્ફિન્સ જોવા મળી હતી.