Site icon

પુનાના કોથરુડ ના રહેવાસી વિસ્તારમાં જંગલી ગાય ઘુસી આવી.. કુતૂહલવશ લોકોના ટોળા ઉમટી પડયા.. 

ન્યુઝ કન્ટીન્યુઝ બ્યુરો,
મુંબઈ
09 ડિસેમ્બર 2020

સાંસ્કૃતિક અને રાજકીય કારણોસર હંમેશાં ચર્ચામાં રહેતું પૂણે શહેર બુધવારે એક અલગ કારણોસર ચર્ચામાં આવ્યું હતું. પુણેના કોથરૂડ એરિયામાં એક જંગલી ગાય અહીંના મહાત્મા સોસાયટીના પ્રાંગણમાં ભટકતી જોવા મળી હતી. 

Join Our WhatsApp Community

જંગલી ગાયના કોથરૂડમાં ઘૂસવાના સમાચારની જાણ થતાં જ  પુણેકરો મહાત્મા સોસાયટીના પ્રાંગણમાં ઉમટ્યા હતા. હાલ આ જંગલી ગાયના ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. જેમાં, આ જંગલી ગાય થોડી ભયભીત જણાય છે. વન વિભાગને આની જાણ થતા જ તેને પકડી પાડી હતી. પરંતુ હાલ આખા પૂનામાં આ જંગલી ગાય ચર્ચાનો વિષય બની છે.

ઉલ્લેખનીય છે કે અગાઉ, તાળાબંધીના શરૂઆતના દિવસોમાં મુંબઈના જંગલી વિસ્તારોના વન્યપ્રાણીઓ અને પક્ષીઓ રસ્તા પર જોવા મળ્યાં હતાં. મોર આ સમયગાળા દરમિયાન ઘણીવાર દક્ષિણ મુંબઈની શેરીઓમાં ફરતા જોવા મળ્યા હતા. સંજય ગાંધી નેશનલ પાર્કમાં પણ હરણનાં ટોળાં મુક્તપણે ફરતા જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત, મરીન ડ્રાઇવ બીચ પર ડોલ્ફિન્સ જોવા મળી હતી.

IAS Aarti Dogra: માત્ર ૩.૫ ફૂટ ઊંચાઈ ધરાવનાર આરતી ડોગરા પહેલા જ પ્રયાસમાં UPSC માં થઇ પાસ,જાણો તેની સક્સેસ સ્ટોરી વિશે
Meenatai Thackeray: મોટા સમાચાર! મીનાતાઈ ઠાકરેની પ્રતિમા પર લાલ રંગ ફેંકનારની ધરપકડ,થયો ચોંકાવનારો ખુલાસો
Fraud: ‘જાદુઈ લોટો’ અને 1.94 કરોડની છેતરપિંડી! પોલીસ એ કરી 4 આરોપીઓની ધરપકડ, આ કેસ વિશે જાણીને તમને પણ લાગશે આંચકો
Indian Notes: જહાજ દુર્ઘટનામાં ખોવાયેલી 100 વર્ષથી વધુ જૂની દુર્લભ ભારતીય ચલણી નોટોની લંડનમાં થઇ અધધ આટલા લાખ માં હરાજી
Exit mobile version