265
Join Our WhatsApp Community
'વંદે ભારત' મિશન હેઠળ સાઉદી અરેબિયા જતી એર ઇન્ડિયાની એક્સપ્રેસ ફ્લાઇટને આજે તિરુવનંતપુરમ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
એરપોર્ટના અધિકારીઓના જણાવ્યા અનુસાર વિમાનની વિન્ડશિલ્ડમાં તિરાડ પડવાના કારણે વિમાનનું ઇમરજન્સી લેન્ડિંગ કરવું પડ્યું હતું.
તેમણે કહ્યું કે પહેલા વિમાનના કાચમાં કોઈ તિરાડ હતી નહીં, એનો મતલબ કે ઉડાન દરમિયાન જ ફ્લાઈટ તિરાડ પડી હોય.
સવારે 7.52 વાગ્યે ટેક ઓફના એક કલાકની અંદર પાયલોટે કાચમાં તિરાડ જોયા બાદ તિરુવનંતપુરમ પરત ફરવાનો નિર્ણય કર્યો. આ પછી વિમાન સવારે 8.50 વાગ્યે કટોકટીમાં એરપોર્ટ પર ઉતર્યું હતુ.
કોવિડ -19 પ્રતિબંધોને કારણે કેટલાક સ્થળોની આંતરરાષ્ટ્રીય મુસાફરી પર પ્રતિબંધને કારણે વિમાનમાં મુસાફરો નહોતા. પરંતુ તે માલ પરિવહનમાં રોકાયેલ વિમાન હતું. જો કે વિમાનમાં ક્રૂ ના આઠ સભ્યો સવાર હતા.
You Might Be Interested In