News Continuous Bureau | Mumbai
સંસ્કૃત(Sanskrit) એટલે એ ભાષા(Language) જેમાં આપણા શાસ્ત્રો(scriptures) લખાયા છે. સંસ્કૃત એટલે એ ભાષા જે અનેક ભાષાઓની જનની(origin of languages) છે. કહેવાય છે આપણા દેવો પણ સંસ્કૃત બોલે છે. એટલે જ એને દેવોની ભાષા(language of gods) કહેવામાં આવે છે. સૌથી પ્રાચીન ભાષાથી(oldest language) લોકોને વિમુખ થતા બચાવવા માટે જ સંસ્કૃત દિવસની ઉજવણી(Celebrating Sanskrit Day) કરવામાં આવે છે.
સંસ્કૃત એક એવી ભાષા છે જેમાંથી અસંખ્ય ભાષાઓ નીકળી છે. આધુનિક જમાનમાં(modern times) પણ સંસ્કૃતની પ્રાસંગિકતા(Relevance of Sanskrit) કાયમ છે. માત્ર ભારતીય જ નહીં વિદેશની કેટલીક ભાષાઓના(several foreign languages) મૂળ પણ સંસ્કૃતમાં છે. સંસ્કૃત દેશના કેટલાક રાજ્યોની આધિકારિક ભાષા(official language) પણ છે. સૌથી મોટી વાત એ છે કે, આ એક એવો દિવસ છે જે હિંદુ કેલેન્ડર(Hindu calendar) અનુસાર મનાવવામાં આવે છે. એટલે કે દર શ્રાવણ મહિનાની(Shravan month) પૂનમે આ દિવસ મનાવાયા છે. એટલે અંગ્રેજી કેલેન્ડર(English Calendar) પ્રમાણે તેની તારીખ અલગ અલગ હોય છે.
આ સમાચાર પણ વાંચો : બ્યૂટી ટિપ્સ- શુષ્ક ત્વચા થી છુટકારો મેળવવા આ રીતે કરો દહીં નો ઉપયોગ- જાણો તેના અન્ય ફાયદા વિશે
આ દિવસ મનાવાનો હેતુ આપણી પ્રાચીન ભાષા સંસ્કૃતના(Ancient Language Sanskrit) પુનરુદ્ધાનો અને તેના ચલણને વધારવાનો છે. ભારતની પ્રાચીનતમ ભાષાઓમાંથી એક સંસ્કૃતમાં સંવાદ લગભગ ૩૫૦૦ વર્ષથી કરવામાં આવી રહ્યો છે. હિંદુ સભ્યતાના(Hindu civilization) અનેક શાસ્ત્ર, વેદ, ગ્રંથ, પુરાણ, કથાઓ સંસ્કૃતમાં જ લખેલા છે.
વર્ષ ૧૯૬૯માં પહેલી વાર આ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. આ દિવસે સંસ્કૃત ભાષાના પ્રચાર પ્રસાર માટે ખાસ પ્રયાસો પણ કરવામાં આવે છે, સંસ્કૃત દિવસ શ્રાવણની પૂનમે એટલા માટે મનાવવામાં આવે છે કારણ કે પ્રાચીન કાળના ભારતમાં આ દિવસે શૈક્ષણિક સત્ર(Educational session) શરૂ થતું હતું. પોષ મહિનાની પૂર્ણિમાથી શ્રાવણ મહિનાની ચૌદશ સુધી અધ્યયન બંધ રહેતું હતું. બાદમાં શરૂ થઈ પોષ પૂનમ સુધી ચાલતું હતું