ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ, ૫ જૂન ૨૦૨૧
શનિવાર
સાગર રાણા હત્યાના કેસમાં ધરપકડ કરાયેલા સુશીલકુમારને તિહારની માંડોલી જેલમાં રખાયો છે. સુશીલકુમારને અન્ય કેદીઓની જેમ જ ખાવાનું આપવામાં આવે છે. એ તેના માટે અપૂરતું હોવાની ફરિયાદ તેણે કરી છે. સુશીલકુમારે માગ કરી છે કે આ ખોરાક તેના માટે પૂરતા પ્રમાણમાં ન હોવાથી તેને પ્રોટીનયુક્ત ખોરાક આપવામાં આવે.
આ અંગે જરૂર જણાતાં તે પ્રોટીનયુક્ત આહાર માટે કોર્ટમાં અરજી કરવાની પણ વિચારણા કરી રહ્યો છે. બુધવારે સુશીલે જેલ અધિકારીઓને ભોજન અંગે કોઈ ફરિયાદ નોંધાવી ન હતી. જોકે ગુરુવારે સાંજે તેણે ભોજન અંગે ફરિયાદ કરી હતી. તેણે કહ્યું છે કે તેને જેલમાં પૂરતો ખોરાક મળતો નથી.
લૉકડાઉનમાં અતિલોકપ્રિય બનેલી લૂડો ગેમ વિરુદ્ધ થઈ હાઈકોર્ટમાં આ અરજી; જાણો શું છે સમગ્ર મામલો
તેણે કહ્યું છે કેમને વધુ ખોરાકની જરૂર છે. તે કુસ્તીબાજ હોવાથી તેના ખોરાકમાં પ્રોટીન વધારે હોવું જોઈએ. તે કહે છે કે જેલનું ભોજન શરીરને સ્વસ્થ રાખવા માટે પૂરતું નથી. ઉલ્લેખનીય છે કે આ કેસ અંગે પોલીસ હજી વધુ તપાસ કરી રહી છે.