ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
06 ઓગસ્ટ 2020
ફિલ્મ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના નિધનના સમાચારમાંથી મનોરંજન જગત હજુ બહાર આવી શક્યું નથી, ત્યારે હવે ટીવી ઈન્ડસ્ટ્રીમાં જાણીતું નામ ધરાવતા અભિનેતા સમીર શર્માએ ફાંસો ખાઈ આપઘાત કર્યાની ઘટના સામે આવી છે. મળતી જાણકારી મુજબ 44 વર્ષીય સમીર શર્માએ પોતાના મલાડ પશ્ર્ચિમ સ્થિત નેહા સીએચએસ બિલ્ડીંગમાં પોતાના ઘરમાં ફાંસો ખાઈ જીવ દીધો હતો. રાતે ડ્યૂટી દરમિયાન ચોકીદારે સમીર શર્માનું બોડી લટકતું જોયું હતું. આ મામલે મલાડ પોલીસે જણાવ્યું કે તેમને બોડીની હાલત જોઈને એવી શંકા છે કે અભિનેતાએ બે દિવસ પહેલા આત્મહત્યા કરી હશે. આકસ્મિક મોતનો કેસ દાખલ કરીને બોડીને હાલ ઓટોપ્સી માટે મોકલી દેવાયું છે. સમીર શર્માનો મૃતદેહ ઘરના રસોડાની સિલિંગ સાથે લટકતી હાલતમાં મળી આવ્યો.. ઘટના સ્થળેથી કોઈ સુસાઈડ નોટ હાથ ન લાગતાં આપઘાતનું કારણ સામે આવ્યું નથી.
નોંધનીય છે કે સમીર છેલ્લા 15 વર્ષથી ટીવી ઈન્ડસ્ટ્રી સાથે સંકળાયેલો હતો. તેણે વર્ષ 2005માં દિલ કયા ચાહતા હૈ સીરીયલથી કારકિર્દીની શરુઆંત કરી હતી. જે પછી તેણે જયોતિ, કહાની ઘર ઘર કી, કયોંકી સાંસ ભી કભી બહુ થી, લેફટ રાઈટ લેફટ, ઈસ પ્યાર કો કયાં નામ દું, ગીત હુઈ સબસે પરાઈ, 26/12, વો રહનેવાલી મહેલો કી, આયુષ્યમાન ભવ: એક બાર ફીર, ભૂતુમાં જોવા મળ્યા હતાં. હાલ તેઓ સીરિયલ 'યે રિશ્તે હૈ પ્યાર કે' માં શૌર્ય મહેશ્વરીની ભૂમિકા ભજવી રહ્યાં હતાં…
ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…
News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)
YouTube : https://www.youtube.com/NewsContinuous
Twitter : https://twitter.com/NewsContinuous
Facebook : https://www.facebook.com/newscontinuous
Instagram : https://www.instagram.com/newscontinuous/
Email : TheNewsContinuous@gmail.com