ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, 12 એપ્રિલ 2021
સોમવાર
કોરોના ને કારણે દેશમાં પાંચ લાખથી વધુ એવા લોકો છે જેઓ એકથી વધુ વાર સંક્રમિત થયા છે. આંકડાકીય રીતે જોવા જઈએ તો દેશમાં લગભગ પાંચ ટકા એવા લોકો છે જેઓ ને એકવાર કોરોના થઈ ગયા પછી બીજીવાર પણ લાગું થયો.
લોકો વચ્ચે એવી ચર્ચા જોરમાં છે કે એકવાર કોરોના થઈ ગયા પછી શરીરમાં એન્ટિબોડી પેદા થાય છે અને ત્યારબાદ તે બીજીવાર સંક્રમિત થઈ શકતો નથી.
આ બધા દાવાઓ ખોટા છે. તાજેતરમાં થયેલા રિસર્ચ મુજબ એક વાત એવી બહાર આવી છે કે કોરોનાથી સાજા થઇ ગયા પછી આશરે ૬૦ દિવસ પછી એન્ટીબોડી ધીમે-ધીમે ઓછી થવા માંડે છે. ત્યારબાદ વ્યક્તિને ગમે ત્યારે કોરોના લાગુ થઈ શકે છે.
એક વાત એ પણ ખરી કે વ્યક્તિ ની તબિયત તેની ઉંમર તેમજ તેના શરીરની તંદુરસ્તી પણ આ મામલે મહત્વપૂર્ણ ભાગ ભજવે છે..
14 દિવસનું લોકડાઉન શા માટે જરૂરી? રાજ્ય સરકારે સર્વ દળ ની મીટિંગમાં શું દલીલો આગળ ધરી?