આપણા દેશમાં અનેક પ્રકારના ફળો અને શાકભાજી ઉપલબ્ધ છે. તેમાંથી કેટલાક અત્યંત સામાન્ય ફળો જેવા કે સફરજન, નારંગી, દ્રાક્ષ વગેરે છે. પરંતુ કેટલાક ફેન્સી ફળો પણ બજારમાં ઉપલબ્ધ છે. જેની કિંમત 500થી શરૂ થાય છે. કેટલાક ફળો બારસોથી પંદરસો સુધીના હોય છે. હાલ દેશમાં કેરીની સીઝનની શરૂઆત થઈ ગઈ છે અને બજારોમાં પણ અનેક પ્રકારની કેરીનું આગમન થઇ રહ્યું છે. જોકે મે મહિનામાં હાપુસની વધુ માંગ રહે છે. હાપુસ કેરી મહારાષ્ટ્ર અને વિદેશમાં પણ ખવાય છે. ત્યારે આ કેરીના ભાવ આસમાને છે. દરમિયાન અમે તમને જાપાનના એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જેની કિંમત લાખોમાં છે.
આ ફળને યુબરી તરબૂચ કહેવામાં આવે છે. તે વિશ્વનું સૌથી મોંઘું ફળ છે. જાપાનના શ્રીમંત લોકોમાં આ ફળની ખૂબ માંગ છે. રસપ્રદ વાત એ છે કે આ ફળની કિંમત એટલી છે કે તમે આ કિંમતે ઘર અથવા સારી આધુનિક કાર ખરીદી શકો છો તેમજ આ પૈસાને FDમાં રાખીને સારું વ્યાજ કમાઈ શકો છો.
યુબરી તરબૂચની કિંમત 20 લાખ રૂપિયા પ્રતિ કિલો છે. છતાં ઘણા લોકો તેને ખરીદતા હોય છે. આ ફળની આટલી કિંમત હોવાનું ખાસ કારણ છે. સામાન્ય રીતે ફળો સૂર્યપ્રકાશમાં ઉગે છે, ત્યારે યુબરી તરબૂચ ફક્ત ગ્રીનહાઉસમાં જ ઉગાડવામાં આવે છે. આ ફળની ખેતી યુબરી નગરમાં થાય છે, તેથી તેનું નામ યુબરી તરબૂચ પડ્યું. તે ખૂબ ઓછી માત્રામાં ઉગાડવામાં આવે છે તેથી તેને બહાર મોકલવામાં આવતું નથી. આવી સ્થિતિમાં આ તરબૂચ માત્ર જાપાનમાં જ જોવા મળે છે.
આ સમાચાર પણ વાંચો : આજે છત્રી-રેનકોટ લીધા વગર ઘરની બહાર નહીં જતા, મુંબઈ શહેરના અનેક વિસ્તારોમાં વરસાદ. જુઓ વિડિયો..