ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
16 માર્ચ 2021
બેંગ્લોરના ઝોમેટો બોય દ્વારા મહિલા પર થયેલા હુમલા પ્રકરણે એક નવો વળાંક લીધો છે.
બેંગ્લોરમાં રહેતી હિતેષા ચંદ્રાણી નામની મહિલાએ ઝોમેટો બોય પર હુમલાનો આરોપ મૂકતાં આ ચર્ચાએ જોર પકડયું હતું. ઝોમેટો ડિલિવરી બોય કામરાજ બનાવના દિવસે ડિલિવરી આપવા મોડો પહોંચતાં તે મહિલાએ કામરાજ ને ઓર્ડર કેન્સલ કરવા અને રિફંડ આપવાનું કહ્યું પરંતુ કામરાજ દ્વારા તે બંને માગણીનો અસ્વીકાર થતાં હિતેષા અને કામરાજ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ, ત્યારબાદ ઝોમેટો ડિલિવરી બોય કામરાજે હિતેષા ને મૂક્કો મારતા તેનું નાક તોડી નાખ્યું હતું. તે ડીલીવરી બોય વિરુદ્ધ ફરિયાદ થતાં તેની ધરપકડ પણ થઈ હતી. ધરપકડ થતાં જ ઝોમેટો ડીલીવરી બોયે હિતેષા વિરુદ્ધ એફઆઈઆર નોંધાવી હતી અને જણાવ્યું હતું કે મારા મારી બંને પક્ષ તરફથી થઇ હતી. આ ઉપરાંત ડીલીવરી બોયે આક્ષેપ કર્યો છે કે હિતેષા એ તેને ચપ્પલથી માર્યો હતો.
હવે આ બાબતમાં કેટલી સચ્ચાઇ છે તેની બેંગ્લોર પોલીસ તપાસ કરી રહી છે.