News Continuous Bureau | Mumbai
મિનિટોમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી(Online food delivery) કરવાનો દાવો કરનારી કંપનીઓના ડિલિવરી બોયઝ્(Delivery boys) દ્વારા ટ્રાફિકના નિયમોનું(Traffic rules) ઉલ્લંઘ(Violation) કરવાનું પ્રમાણ વધી ગયું છે. મુંબઈ ટ્રાફિક પોલીસ(Traffic police)દ્વારા ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ છેલ્લાં 20 દિવસના ગાળામાં 2,300 થી વધુ ફૂડ ડિલિવરી બોયઝને પકડવામાં આવ્યા છે.
મુંબઈ પોલીસ કમિશનર(Mumbai police commissioner) સંજય પાંડેએ(Sanjay pandey) ટ્રાફિકના નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે આકરા પગલાં લેવાની ચેતવણી આપી હતી તે મુજબ મુંબઈ ટ્રાફિક પોલીસ ટ્રાફિક સખતાઈ પૂર્વક લોકો સામે પગલાં લઈ રહી છે, જેમાં ઓનલાઇન ફૂડ ડિલિવરી કરનારા ડિલીવરી બોયઝ દ્વારા નિયમોનો ભંગ કરવાની અનેક વખત ફરિયાદ આવતી હોય છે. છેલ્લા 20 દિવસમાં 2,300થી વધુ ફૂડ ડિલિવરી બોય્ઝને પકડવામાં આવ્યા હતા. જ્યારે 1,983 રાઇડર્સને(Riders) હેલ્મેટનો(helmet) ઉપયોગ ન કરવા બદલ ઈ-ચલણ આપવામાં આવ્યું હતું. તો 392 સામે રોંગ ડાયરેકશનમાં(Wrong direction) ડ્રાઇવિંગ(Driving) કરવા બદલ FIR નોંધવામાં આવી હતી.
આ સમાચાર પણ વાંચો : ઉત્તર મુંબઈ ડ્રગ્સનો અડ્ડો. બોરીવલી અને માલવણીમાંથી કરોડોનું ડ્રગ્સ પકડાયું. જાણો વિગતે
અહીં ઉલ્લેખનીય છે કે હેલ્મેટ(Helmet) વગર ડ્રાઇવિંગ કરનારાને ચલણ તો ઈ-ચલણ તો મોકલવામાં આવે છે, સાથે જ ત્રણ મહિના માટે લાયસન્સ સસ્પેન્ડ(License suspension) કરવાની સાથે જ ફરજિયાત રીતે ટ્રાફિક ચોકીમાં(Traffic station) બે કલાક માટે ટ્રાફિકના નિયમોનો વિડિયો(Video) ફરજિયાત જોવા પડે છે.
ટ્રાફિક પોલીસના કહેવા મુજબ ડિલિવરીમેન સામે વાહનચાલકોની(Motorists) વારંવારની ફરિયાદો બાદ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. હાલ દૈનિક ધોરણે કેસ નોંધવામાં આવી રહ્યા છે.