Site icon

 લોકલ ટ્રેન યાત્રીઓ માટે મહત્વના સમાચાર – આવતીકાલે હાર્બર રેલવેના આ સ્ટેશનની વચ્ચે 5 કલાકનો મેગા બ્લોક.. જાણો વિગત અહીં..

News Continuous Bureau | Mumbai 

 રેલવે ટ્રેક અને સિગ્નલિંગ યંત્રણા માટે હાર્બર રેલવે(harbour line)માં રવિવારે CSMT- ચુનાભટ્ટી/બાંદ્રા સ્ટેશન વચ્ચે 5 કલાકનો મેગા બ્લોક(mega block) લેવામાં આવશે.આ મેગા બ્લોક CSMT- ચુનાભટ્ટી/બાંદ્રા ડાઉન રૂટ પર સવારે 11.40થી બપોરે 4.40 સુધી અને ચુનાભટ્ટી/બાંદ્રા- CSMT અપ રૂટ પર 11.10થી 4.10 સુધી મેગા બ્લોક રહેશે.

Join Our WhatsApp Community

બ્લોક દરમિયાન, CSMTથી વાશી/બેલાપુર/પનવેલ સુધીના ડાઉન હાર્બર રૂટ પરની ટ્રેનો સવારે 11.16 થી બપોરે 4.47 વાગ્યા સુધી બંધ રહેશે. એ જ પ્રકારે CSMTથી બાંદ્રા/ગોરેગાંવ સુધી સવારે 10.48 થી બપોરે 4.43 વાગ્યા સુધી બંધ રહેશે. 

આ સમાચાર પણ વાંચો :  MNS થયું આક્રમક: ઉત્તર પ્રદેશના નેતા બ્રિજભૂષણ સિંહ વિરોધ નોંધાવી આ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ.. જાણો વિગતે

પનવેલ/બેલાપુર/વાશીથી CSMT પરની ટ્રેનો સવારે 9.53 વાગ્યાથી બપોરે 3.20 વાગ્યા સુધી બંધ રહેશે અને ગોરેગાંવ/બાંદ્રાથી અપ હાર્બર રૂટ પરની ટ્રેનો છત્રપતિ શિવાજી મહારાજ ટર્મિનસ માટે સવારે 10.45 વાગ્યાથી સાંજના 5.13 વાગ્યા સુધી બંધ રહેશે. મુસાફરોની સુવિધા માટે બ્લોક સમયગાળા દરમિયાન પનવેલથી કુર્લા (પ્લેટફોર્મ નંબર 8) વચ્ચે વિશેષ ટ્રેનો ચલાવવામાં આવશે.

Mumbai Local: મુંબઈકરો માટે ખુશખબર, હવે ભીડને કહો આવજો!રેલવે પ્રશાસને મુક્યો એક મહત્વપૂર્ણ પ્રસ્તાવ
Navratri: પોલીસે જપ્ત કરેલી દેવીની મૂર્તિનું પૂજન; મુંબઈ પોલીસ હેડક્વાર્ટરમાં નવરાત્રી જાગરણ ઉત્સવ,જાણો તે મૂર્તિ નો ઇતિહાસ
First Day Geeta Rabari: રુદ્રમાર ગ્રુપ પ્રેઝન્ટ્સ સુરભિ નવરાત્રિ ઉત્સવ 2025 નો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો રહ્યો સુપર ડુપર ગ્રેન્ડ…
Geeta Rabari: મુંબઈ કચ્છી કોયલ ગીતા રબારીના મીઠા અને મધૂર સ્વરની સંગાથે ગબ્બરના ગોખવાળી માને આવકારવા તૈયાર છે!
Exit mobile version