News Continuous Bureau | Mumbai
મુંબઈના ખાર વિસ્તારમા(Khar area) આવેલા કબુતરખાનાને(Kabutarkhana) આખરે કોર્ટના આદેશ બાદ મુંબઈ મહાનગરપાલિકાએ(BMC) તોડી પાડ્યો છે.
સિટી સિવિલ કોર્ટે(City Civil Court) શુક્રવારે એક દાવામાં વચગાળાના આદેશમાં ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ(Trustees of Charitable Trusts) દ્વારા BMCની નોટિસને પડકારતી અને ખાર રોડ પર કબૂતરખાનાનો કબજો મેળવવાની અરજીને ફગાવી દીધી હતી. જેને પગલે BMCએ બાંધકામ તોડી પાડ્યું હતું.
BMCના સંબંધિત વોર્ડના આસિસ્ટન્ટ કમિશનરના જણાવ્યા મુજબ કોર્ટના આદેશને અનુસરીને ખાર(વેસ્ટ)માં કબૂતરખાનાને સોમવારે તોડી પાડવામાં આવ્યું હતું.
ફેબ્રુઆરી,2021મા પાલિકાએ કહ્યુ હતું કે કે ટ્રાફિક મુવમેન્ટ(traffic movement) માટે ટ્રાફિક આઈસલેન્ડ(Traffic Iceland) જરૂરી છે. તેમ જ એ દરમિયાન કોવિડ મહામારી પણ ચાલી રહી હતી. એવામાં કબૂતરને કારણે સ્થાનિક રહેણાંક વિસ્તારમાં ફેંફસામાં ઈન્ફેક્શન(infection) ફેલાઈ શકે છે. તેથી અહીં રહેલા કબૂતરખાનાના બાંધકામને(construction of the Kabutarkhana) હટાવવું જરૂરી છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ પોલીસની મોટી કાર્યવાહી- ડોન દાઉદ ઈબ્રાહિમના આ નજીકના સાથીદારની અંધેરીમાંથી કરી ધરપકડ- આજે કોર્ટમાં કરશે રજૂ
મિડિયામાં આવેલા અહેવાલ મુજબ જીવ દયા કબુતરખાના ચેરિટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ દ્વારા વચગાળાના રાહતની માગણી કરવામાં આવી હતી અને કહેવામાં આવ્યુ હતું કે પાલિકા દ્વારા ટ્રસ્ટને લાયસન્સને આધારે જગ્યા સૌંદર્યકરણ(Beautification) હેતુ અને ચેરીટેબલ કામ કરવા માટે આપવામાં આવી હતી. અહીં 1995ની સાલથી કબૂતરોને ખવડાવવામાં આવતું હતું. ટ્રસ્ટીઓએ એવો પણ દાવો કર્યો હતો કે 2017 સુધી તેમની આ પ્રવૃતિ સામે અથવા કબૂતરખાના સામે કોઈને ફરિયાદ નહોતી. 20217માં પાલિકાએ પરિસરની સુંદરતા અને સુશોભીકરણ માટે મંજૂરી પણ આપી હતી. બાદમાં માર્ચ, 2018માં કબૂતરખાનાનું ગેરકાયદેસર સંચાલન કરવામાં આવતું હોવાનો પાલિકાનો પત્ર મળ્યો હતો. ટ્રસ્ટના કહેવા મુજબ તેમના દ્વારા લાઈસન્સના કોઈ નિયમનો ભંગ કરવામાં આવ્યો નહોતો. છતાં આ જગ્યા પાલિકાને સોંપી દેવાનો આદેશ આપવામાં આવ્યો હતો.. લાંબી લડાઈ બાદ આખરે કોર્ટે પાલિકાની તરફેણમાં ચુકાદો આપતા કબુતરખાને તોડી પાડવામાં આવ્યું છે.