અંધેરી પૂર્વ વિધાનસભાની પેટા ચૂંટણીમાં નવો ટ્વિસ્ટ- ઋતુજા લટકે બિનહરિફ નહીં ચૂંટાય- હજુ આટલા ઉમેદવારો છે મેદાનમાં

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર વિધાનસભાના(Maharashtra Assembly) અંધેરી પૂર્વ મતવિસ્તારની(Andheri East Constituency) એક બેઠક માટે પેટાચૂંટણી(by-election) યોજાઈ રહી છે. દરમિયાન અંધેરી પેટાચૂંટણીમાંથી(Andheri by-election) ભાજપે(BJP) પીછેહઠ કરતા આ ચૂંટણી બિનહરીફ થશે તેવી ચર્ચાએ જોર પકડ્યું હતું. અંધેરી પૂર્વ સીટ પર યોજાનારી પેટાચૂંટણીમાં ભાજપે ભલે પોતાનો ઉમેદવાર પાછો ખેંચી લીધો હોય, પરંતુ તો પણ 3 નવેમ્બરે ચૂંટણી યોજાશે કારણ કે 7 ઉમેદવારો મેદાનમાં છે. અંધેરી પૂર્વ મતવિસ્તારની પેટાચૂંટણી માટે 14 ઉમેદવારોએ નામાંકન પત્રો ભર્યા હતા. નામાંકન પરત ખેંચવાની અંતિમ તારીખ 17 ઓક્ટોબર, 2022 બપોરે 3 વાગ્યા સુધી હતી.

સોમવારે બપોરે 3 વાગ્યા સુધી ઉપરોક્ત 14 ઉમેદવારોમાંથી 7 ઉમેદવારોએ તેમની અરજીઓ પાછી ખેંચી લીધી છે. આ કારણે, '166 અંધેરી પૂર્વ' વિધાનસભા મતવિસ્તારના ચૂંટણી નિર્ણય અધિકારી પ્રશાંત પાટીલના જણાવ્યા અનુસાર, 03 નવેમ્બર 2022ના રોજ યોજાનારી મતદાન પ્રક્રિયામાં હવે 7 ઉમેદવારો મેદાનમાં છે.

સૌથી મોટા સમાચાર- અંધેરી વિધાનસભા પેટાચૂંટણીમાંથી ભાજપની પીછેહઠ- ઠાકરે જૂથના ઉમેદવાર ઋતુજા લટકે બિનહરીફ ચૂંટાયા

જે ઉમેદવારોની અરજીઓ(Applications of candidates) પાછી ખેંચી લેવામાં આવી છે તેમના નામ:

1. મુરજી કાનજી પટેલ(Murji Kanji Patel) (ભારતીય જનતા પાર્ટી)(BJP)

2. નિકોલસ અલ્મેડા(Nicholas Almeida) (અપક્ષ)

3. સાકિબ ઝફર ઈમામ મલિક(Saqib Zafar Imam Malik) (અપક્ષ)

4. રાકેશ અરોરા(Rakesh Arora) (હિન્દુસ્તાન જનતા પાર્ટી)(Hindustan Janata Party)

5. ચંદ્રકાંત રંભાજી મોટે(Chandrakant Rambhaji Mote) (અપક્ષ)

6. પહેલ સિંહ ધન સિંહ ઔજી(Pahal Singh Dhan Singh Auji) (અપક્ષ)

7. ચંદન ચતુર્વેદી(Chandan Chaturvedi) (અપક્ષ)

ફાઇનલિસ્ટ ઉમેદવારો:(Finalist candidates)

1. ઋતુજા રમેશ લટકે(Rituja Ramesh Latke) (શિવસેના – ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે)(Shiv Sena – Uddhav Balasaheb Thackeray)

2. બાલા વેંકટેશ વિનાયક નાદર(Bala Venkatesh Vinayak Nadar) (આપકી અપની પાર્ટી – પીપલ્સ)

3. મનોજ શ્રવણ નાયક(Manoj Shravan Nayak) (રાઈટ ટુ રિકોલ પાર્ટી)(Right to recall party)

4. નીના ખેડેકર(Nina Khedekar) (અપક્ષ)

5. ફરહાના સિરાજ સૈયદ(Farhana Siraj Syed) (અપક્ષ)

6. મિલિંદ કાંબલે(Milind Kamble) (અપક્ષ)

7. રાજેશ ત્રિપાઠી(Rajesh Tripathi) (અપક્ષ)

આ સમાચાર પણ વાંચો : શીખ સમુદાયે શિંદેની નવી પાર્ટીના ચૂંટણી ચિન્હ સામે વાંધો ઉઠાવ્યો 

You Might Be Interested In
Join Our WhatsApp Community

About News Continues

News Continuous is created to spread authentic, accurate and correct news across platforms. This news venture is managed by experienced journalists. Drop an email for collaborations.

Newsletter

Subscribe to our Newsletter to get the latest news updates.

To explore your career & collaborate with us pls write to us on following email id info@newscontinuous.com

@2023 – All Right Reserved. 

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More