ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો.
મુંબઈ, 22 એપ્રિલ 2021.
ગુરુવાર.
મુંબઈના પરાં માલાડ વિસ્તારમાંથી ડ્રગ કેસમાં એક શંકાસ્પદ શખ્સની એન્ટી નાર્કોટિક્સ સેલના અદિકારીઓએ ધરપકડ કરી છે. એન્ટી નાર્કોટિક્સ સેલ ને મળેલી માહિતી મુજબ તેઓ આ વિસ્તારમાં ડ્રગ પેડલરની શોધમાં નીકળ્યા હતા.ગઈકાલે પેટ્રોલિંગ કરતી વખતે મુંબઈની મલાડ પશ્ચિમમાં રાયન ઇન્ટરનેશનલ સ્કૂલ, એવરશાઇન નગર માં રાજેન્દ્ર વિહાર સોસાયટી પાસે બપોરે દોઢ વાગે એક શંકાસ્પદ શખ્સની ધરપકડ કરી હતી. તેની પાસેથી એ એન એસના અધિકારીઓએ કુલ 173 એલએસડી પેપર અને 37.5 ગ્રામના વજનવાળી MDMAની ગોળીઓ જપ્ત કરી હતી. જેની કિંમત અંદાજે 37 લાખ રૂપિયા જેટલી હોવાનું માનવામાં આવે છે.
ગત વર્ષના જુલાઈ મહિનામાં બોલિવૂડ એક્ટર સુશાંત સિંગ રાજપૂતની કથિત આત્માહત્યા પ્રકરણ પછી તેના ઉપર ડ્રગ સેવનનો આરોપ પણ મુકવામાં આવ્યો હતો. ત્યારથી મુંબઈ શહેરમાં ડ્રગ સંબંધે પોલિસ અને એન્ટી નાર્કોટિક્સ ડીપાર્ટમેન્ટ વધુ સજાગ થઇ ગયું છે. સુશાંતની ગર્લફ્રેન્ડ રિયા ચક્રવર્તીની નાર્કોટિક્સ સેન્ટ્રલ બ્યુરો દ્વારા પુછપરછ પછી તેને હિરાસતમાં લેવામાં આવી હતી. એ વખતે બોલીવૂડના ઘણા મોટા માથાઓની ડ્રગ કેસમાં સંડોવણી હોવાનું બહાર આવ્યું હતું જેને પગલે એનસીબીએ ઘણા સેલેબ્રિટીઓને પોતાની હિરાસતમાં લઈને પૂછતાછ કરી હતી. જોકે એનસીબી હજુ પણ ઘણા સેલેબ્રિટીઓની પૂછતાછ કરી રહી છે.
કોરોના કોઈને છોડતો નથી : આ દિગ્ગજ રાષ્ટ્રીય નેતાના દીકરા નું કોરોના થી નિધન.