વાહ!! મુંબઈ એરપોર્ટ પર ડોમેસ્ટિકથી ઈન્ટરનેશનલ ટર્મિનલ જવા પ્રવાસીઓને મળશે આ સુવિધા. જાણો વિગતે

by Dr. Mayur Parikh
Mumbai airport to shut runway for 6 hours on 2 May

News Continuous Bureau | Mumbai 

મુંબઈ એરપોર્ટ(Mumbai) પર પ્રવાસીઓને એક ટર્મિનલથી બીજા ટર્મિનલ પર ફ્લાઈટ પકડવા માટે થતી હેરાનગતિ થી છૂટકારો થવાનો છે. એક ટર્મિનલથી બીજા ટર્મિનલ જવા માટે હવે ઈન્ટર ટર્મિનલ કોચ બસ (Inter Terminal Coach Bus) સેવા ઉપલબ્ધ કરવામાં આવી છે. શુક્રવારથી મુંબઈ એરપોર્ટ(Mumbai Airport) પર આ સેવા ચાલુ કરવામાં આવી છે. 

ઍરપોર્ટ પર આ બસ સેવા અઠવાડિયાના સાતેય દિવસ 24 કલાક ઉપલબ્ધ થશે. ટર્મિનલ એક થી ટર્મિનલ -2 વચ્ચે દોડનારી આ બસ સેવા મફતમાં ઉપલબ્ધ થશે એવું મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટ લિમિટેડના પ્રવક્તાએ જણાવ્યું હતું.
શુક્રવારથી ચાલુ કરવામાં આવેલી આ સેવામાં ત્રણ કોચ ઉપલબ્ધ હશે. આ સેવામાં પીક અને ડ્રોપની સગવડ વિલેપાર્લેમાં(Vileparle) ટર્મિનલ એક પર ડિપાર્ચર ગેટ નંબર બે પર હશે. તો ટર્મિનલ -2 પર પીક અપની સગવડ પી-6 થી  પી-4 પર જવાનું હશે. તો ડ્રોપ-ઓફની સગવડ ટર્મિનલ -2 પર ડીર્પાચરના ગેટ નંબર 4 અને 5 પર હશે. 

આ સમાચાર પણ વાંચો :  મુંબઈગરાને મળ્યું લોંગ વીકેન્ડ પરંતુ ટુરીસ્ટ કેબ અને બસો ખાલી. જાણો કેમ?
 

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment