ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 3 ડિસેમ્બર 2021
શુક્રવાર.
મુંબઈ મેટ્રોપોલિટન રિજન ડેવલપેમન્ટ ઓથોરિટી(MMRDA) બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા 9 પ્લોટની ઈ- લીલામી કરવાની છે. બહુ જલદી તેને લગતા ટેન્ડર બહાર પાડવામાં આવવાના છે.
પ્લાનિંગ ઓથોરિટી ગણાતી MMRDAએ મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં મૂળભૂત સુવિધા ઉપલબ્ધ કરે છે. મેટ્રો રેલ, વરલી સી લિંક, ફલાયઓવર, એલિવેટેડ રોડ, અન્ડરગ્રાન્ડ, સબવે, રસ્તા તથા ફૂટઓવર જેવા પ્રોજેક્ટ MMRDAના હેઠળ પાર પાડવામાં આવ્યા છે. તે માટે અત્યાર સુધી કરોડો રૂપિયા ખર્ચવામાં આવ્યા છે. અન્ય પ્રોજેક્ટ પણ MMRDAએ હાથ ધરવાના છે. પરંતુ તેની પાસે એટલુ ભંડોળ નથી, તેને આવકનો કોઈ સ્રોત નથી. તેથી ભંડોળ ઊભું કરવા માટે MMRDA પોતાની માલિકીના જમીનના પ્લોટ વેચીને રકમ ઊભી કરવા માગે છે. તેથી MMRDA બાંદરા-કુર્લા કોમ્પલેક્સમાં આવેલા 9 પ્લોટની ઈ-લીલામી કરવાની છે.
ઓટોરિક્ષા-ટેક્સીમાં પ્રવાસ કરવો છે તો આ કરવું ફરજિયાત રહેશે, આરટીઓ કમિશનરનું ફરમાન; જાણો વિગત