ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ. 18 ડિસેમ્બર 2021
શનિવાર.
બેસ્ટની બસ તેના નિયત સમય કરતા હંમેશા મોડી દોડવા માટે પંકાયેલી છે. તે રીતે જ બેસ્ટ ઉપક્રમનું મેનેજમેન્ટ પણ લેટલતીફ જ ગણાય છે. કોરોના કાળમાં ગયા વર્ષે કામ પર ગૂટલી મારનારા પોતાના ૧૧,૦૦૦ કર્મચારીઓના પગાર બેસ્ટ ઉપક્રમે કાપી નાખ્યા છે. લગભગ 18 મહિના બાદ જાગેલી બેસ્ટ પ્રશાસનના આ નિર્ણયથી બેસ્ટ કર્મચારીઓ રોષે ભરાયા છે.
માર્ચ ૨૦૨૦માં મુંબઈ સહિત દેશભરમાં લોકડાઉન અમલમાં આવ્યું હતુ. લોકલ ટ્રેન બંધ રહેતા અત્યાવશ્યક સેવા સાથે સંકળાયેલા કર્મચારીઓ માટે બેસ્ટ એકમાત્ર ટ્રાન્સપોર્ટેશન હતું. પરંતુ મુંબઈની બહાર રહેતા કર્મચારીઓ માટે નોકરીએ આવવું મુશ્કેલ હતું. જયારે અમુક કર્મચારીઓ કોરોનાના ડરે કામ પર આવ્યા નહોતા
માર્ચ-એપ્રિલ ૨૦૨૦ દરિમયાન ગેરહાજર રહેલા કર્મચારીઓને કારણ શો કોઝ નોટિસ મોકલીને કામ પર હાજર થવાનું કહ્યા બાદ કર્મચારીઓ નોકરીએ પાછા ફર્યા હતા. 19 મહિના બાદ હવે બેસ્ટ પ્રશાસને માર્ચ ૨૦૨૦માં ગેરહાજર રહેલા કર્મચારીઓના પગાર નવેમ્બરમાં કાપી નાખ્યા છે. હવે એપ્રિલ ૨૦૨૦માં ગેરહાજર રહેલા કર્મચારીનો પગાર ડિસેમ્બરમાં કાપી નાખવામાં આવશે. કોરોના મહામારી દરમિયાન જાન જોખમમાં મૂકીને કામ પર હાજર રહેનારા બેસ્ટ ઉપક્રમના આ પગલાથી કર્મચારીઓમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.