Site icon News Continuous Bureau | Mumbai

મુંબઈ મહાનગરપાલિકામાં નવા 9 વોર્ડના સમાવેશ કરવા સામે ભાજપે મૂકી હાઈકોર્ટમાં દોડ, જાણો વિગત

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ. 8 ડિસેમ્બર 2021

Join Our WhatsApp Channel

બુધવાર.

આગામી મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા મુંબઈમાં 9 નવા વોર્ડનો ઉમેરો કરવામાં આવ્યો છે. તેથી મુંબઈ મહાનગરપાલિકામાં હવે કુલ 236 નગરસેવક રહેશે. જોકે આ નિર્ણય સામે ભાજપના નગરસેવકો કોર્ટમાં ગયા છે.
ભાજપના નગરસેવક અભિજિત સામંત અને રાજશ્રી શિરવડકરે બુધવારે હાઇકોર્ટમાં અપીલ કરી હતી. ગુરુવારે તેના પર હાઇકોર્ટમાં સુનાવણી થવાની છે.

મુંબઈ મહાનગરપાલિકાની આગામી વર્ષે ફેબ્રુઆરીમાં ચૂંટણી થવાની છે. થોડા દિવસ પહેલા રાજ્યની કેબિનેટ બેઠકમાં મુંબઈ સહિત અમુક પાલિકાની બેઠકો વધારવા નો નિર્ણય લેવામાં આવ્યો હતો. તે મુજબ મુંબઈ મહાનગરપાલિકામાં 9 નગરસેવકોની સંખ્યા વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો, તેથી હવે કુલ નગરસેવકોની સંખ્યા 227થી વધીને 236 થશે.
મુંબઈની વધતી લોકસંખ્યા ના આધારે વોર્ડની સંખ્યા વધારવામાં આવી છે. મુંબઈ મહાનગરપાલિકા ક્ષેત્રમાં 3.87 ટકા વસતી 2001થી 2011ની સાલ દરમિયાન વધી હતી. તે આધારે 2021 સુધીની લોકસંખ્યાને ધ્યાનમાં રાખીને વોર્ડની સંખ્યા વધારવામાં આવી છે, તેની સામે ભાજપના નગરસેવકોએ હાઈ કોર્ટમાં અરજી કરી છે. 

 

સંકટ ટળ્યું! મુંબઈમાં કોરોનાગ્રસ્ત પ્રવાસીના સંપર્કમાં આવેલા આટલા લોકોના રિપોર્ટ નેગેટિવ; જાણો વિગતે

ભાજપના કહેવા મુજબ જનગણના કર્યા બાદ વોર્ડની સંખ્યા વધારવા બાબતે નિર્ણય લેવો જોઈતો હતો. કોરોનાને કારણે 2020માં જનગણના થઈ શકી નહોતી. પરંતુ 2011ની જનગણનાને ધ્યાનમાં રાખીને વોર્ડની સંખ્યા વધારવો અસંવૈધાનિક નિર્ણય હોવાનો દાવો ભાજપે કર્યો છે.

Ghatkopar’s Stabbing Attack ઘાટકોપરમાં દૂધ લેવા નીકળેલા યુવક પર છરીના ઘા ઝીંકાયા ૨૦૨૩ ની અદાવતમાં હત્યાનો પ્રયાસ..
Mumbai Illegal Bangladeshi Nationals મુંબઈમાં ક્રાઈમ બ્રાન્ચે ૩૭ બાંગ્લાદેશીઓને દબોચ્યા, દેશનિકાલ કરવા તંત્ર એક્શન મોડમાં
Nahur Footpath Collapse BMC Repair નાહૂરમાં મોડી રાત્રે ફૂટપાથ ધસી પડી ૨ બાઇક ખાડામાં ખાબકતા મોટું નુકસાન, બીએમસીએ સમારકામ શરૂ કર્યું
BEST Bus Mounts Divider Borivali SV Road બોરીવલીમાં બેસ્ટ બસ ડિવાઇડર પર ચડી ગઈ મોટી દુર્ઘટના ટળી, મુસાફરો આબાદ બચ્યા
Exit mobile version