ચોમાસામાં મુંબઈગરા રામભરોસે.. ચોમાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે, ભાજપનો પાલિકા પ્રશાસન પર આરોપ; જાણો વિગતે

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai

મુંબઈમાં દર વર્ષે માર્ચ મહિનામાં મુંબઈના નાળાસફાઈનું કામ ચાલું થઈ જતું હોય છે. પરંતુ આ વર્ષે માર્ચ મહિનો પૂરો થઈ ગયો છે, છતાં હજી સુધી પાલિકા પ્રશાસને નાળાસફાઈના કામનો કોન્ટ્રેક્ટર આપ્યો નથી, તેથી સફાઈ કામનો આરંભ કર્યો નથી. તેથી આગામી ચોસાસામાં મુંબઈ પાણીમાં ડૂબશે એવો આરોપ ભાજપે કર્યો છે. 

ભાજપના નેતા અને વિધાનસભ્ય આશિષ શેલારે અન્ય નેતાઓ સાથે ગુરુવારે પાલિકા કમિશનર ઈકબાલસિંહ ચહલની મુલાકાત લઈને તેમને નાળાસફાઈના કામમાં થઈ રહેલા વિલંબ બાબતે ધ્યાન દોર્યું હતું.

સામાન્ય રીતે મુંબઈમાં ત્રણ તબક્કામાં નાળાસફાઈનું કામ ચાલુ થતું હોય છે. માર્ચર્થી મે સુધીમાં પહેલા તબક્કામાં 75 ટકા જૂનથી સપ્ટેમ્બર સુધીમાં 15 ટકા અને ચોસાસા બાદ 20 ટકા નાળાની સફાઈ થતી હોય છે. આ વખતે એપ્રિલ ચાલુ થવાને આવી ગયો છે. છતાં મુંબઈના મોટાભાગના નાળાની સફાઈ ચાલુ થઈ હતી. મુંબઈમાં નાના-મોટા મળીને લગભગ 375 કિલોમીટર લંબાઈના નાળા છે.

આ સમાચાર પણ વાંચો :  રેલવેના પાટાને લાગીને રહેનારા થશે બેઘર, તેમના પુનર્વસનને લઈને ઈશાન મુંબઈના સાંસદે કરી આ માંગણી.. જાણો વિગતે

પાલિકા પ્રશાસનના અધિકારીના કહેવા મુજબ પાલિકાની મુદત સાત માર્ચના પૂરી થઈ ગઈ હતી. તેથી સ્થાયી સમિતિમાં નાળા સફાઈના પ્રસ્તાવ મંજૂર થઈ શક્યા નહોતા ફક્ત ઝોન સાતના જ નાળાસફાઈના કામનો પ્રસ્તાવ મંજૂર થયો હતો. હવે પાલિકા પ્રશાસન પર નીમવામાં આવેલા પ્રશાસકના હાથમાં નાળાસફાઈના કામના કોન્ટ્રાક્ટ આપવાનું છે. બહુ જલદી તેના ટેન્ડર બહાર પાડીને કોન્ટ્રેક્ટ આપવામાં આવશે અને ત્યારબાદ નાળાસફાઈના કામ ચાલુ થશે.

પાલિકા પ્રશાસનને એપ્રિલના કામ ચાલુ થશે એવો દાવો કર્યો છે ત્યારે  ભાજપે એવો આરોપ કર્યો છે કે નાળાસફાઈના કોન્ટ્રેક્ટ હજી આપવામા આવ્યા નથી. આગામી અઠવાડિયામાં ટેન્ડર બહાર પડે તો પણ 15 એપ્રિલ સુધી કામ ચાલુ થવાનું નથી. તેથી 15 એપ્રિલથી મે સુધીના દોઢ મહિનામાં મુંબઈના નાના-મોટા કુલ મળીને 375 કિલોમીટરના નાળાની સફાઈ કરવી એકદમ મુશ્કેલ કામ છે.

Join Our WhatsApp Community

You may also like

Leave a Comment