News Continuous Bureau | Mumbai
મસ્જિદમાં સવાર-સાંજ વાગતા ભુંગળાનો વિવાદ દિવસે દિવસે વકરી રહ્યો છે. હવે ભાજપના નેતા મોહિત કંબોજે મંદિરોને મફતમાં લાઉડ સ્પીકર આપવાની અને તે માટે આર્થિક મદદ ઓફર કરી હોવાનું જાણવા મળ્યું છે. એટલું જ નહીં પણ સરકારને કાયદો લાવી મસ્જિદમાં ગેરકાયદેસર રીતે વાગતા લાઉડસ્પીકરને કાયદેસર કરી દો એવી માગણી પણ મૂકી હોવાના મિડિયા અહેવાલછે.
ગુડી પડવાના દિવસે મનસે અધ્યક્ષ રાજ ઠાકરેએ મસ્જિદો પર વાગતા લાઉડસ્પીકર સામે હનુમાન ચાલીસા વગાડતા સ્પીકર લગાવો એવી સૂચના મનસે કાર્યકર્તાઓને આપી હતી. તેથી ઘાટકોપરમાં લાઉડસ્પીકર પર હનુમાન ચાલીસા લગાડનારા મનસે કાર્યકર્તાને પોલીસે અટકાયતમાં લઈને તેની પાસેથી દંડ વસૂલ્યો હતો. હવે મસ્જિદમાં વાગતા ભુંગળાના વિવાદમાં ભાજપ પણ કૂદી પડ્યું છે. મહારાષ્ટ્રના ગૃહ પ્રધાન દિલીપ વળસે-પાટીલે આ રીતે સાંપ્રાદાયિક ઝેર ફેલાવી કાયદો હાથમાં લેનારા સામે આકરા પગલા લેવાની ચેતવણી આપી છે, તેની સામે ભાજપના નેતા મોહીત કંબોજે હનુમાન ચાલીસા વગાડવા અને મસ્જિજ પર વાગતા ગેરકાયદે ભૂંગળાઓને લઈને સોશિયલ પ્લેટફોર્મ પર ટ્વીટ કર્યુ હતું કે શું હનુમાન ચાલીસા વગાડવી એ સાંપ્રાદાયિક ઝહેર ફેલાવવા સમાન છે? શું ગેરકાયદે રીતે લાઉડસ્પીકરમાં થતી અઝાન સામે અવાજ ઉઠાવવો સાંપ્રાદાયિક ઝહેર ફેલાવવા સમાન છે? અમે કોઈ ધર્મ અને અઝાન વિરુદ્ધ નથી. અમે ફક્ત ગેરકાયદે રીતે વાગતા લાઉડસ્પીકર વિરુદ્ધ છે. સરકારને જોઈતો કાયદો બનાવીને તેને કાયદેસરનો કરી નાખે.
આ સમાચાર પણ વાંચો :વાહ! કોલેજિયનોની ચિંતા દૂર, આટલા વર્ષ બાદ લાયસન્સ રીન્યુ કરવાનું રહેશે. જાણો વિગતે
મોહિત કંબોજે હનુમાન ચાલીસા વગાડવા માટે મંદિરો પર લાઉડસ્પીકર બેસાડવા આર્થિક મદદ કરી હોવાનો મિડિયામાં અહેવાલ આવ્યા છે. તેમ જ મફતમાં લાઉડસ્પીકર આપવાની તૈયારી પણ તેમણે દર્શાવી છે. એટલું જ નહીં પણ તેમણે સોશિયલ મિડિયા પર તે મુજબની ટ્વીટ પણ કરી છે.