ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,19 જાન્યુઆરી 2022
બુધવાર.
મુંબઈ મહાનગરપાલિકાની ચૂંટણી નજીક આવવાની સાથે જ નગરસેવકોએ તેમના વોર્ડમાં ઝપાટાબંધ કામ પૂરા કરવા પર તૂટી પડ્યા છે, જેમાં પૂર્વ અને પશ્ચિમ ઉપનગરમાં આવેલા જૂના મેદાનો અને ઉદ્યાનના સુશોભીકરણના કામ હાથમાં લેવામાં આવવાના છે. તે માટે મુંબઈ મહાનગરપાલિકા લગભગ 25 કરોડ રૂપિયાનો ખર્ચ કરવાની છે.
મુંબઈ મહાનગરપાલિકાના નગરસેવકોની મુદત માર્ચના પહેલા અઠવાડિયામાં પૂરી થવાની છે. એ પહેલા એટલે કે ફેબ્રુઆરી 2022મા ચૂંટણી થવી જોઈતી હતી. જોકે કોરોનાની ત્રીજી લહેરને પગલે ચૂંટણી થોડા સમય માટે આગળ ધકેલવામાં આવે એવી શક્યતા છે.
સાવચેત રહેજો, મુંબઈમાં કોરોનાના બ્રેકથ્રુ ના કેસમાં થયો વધારો. જાણો વિગત
ચૂંટણી થવામાં કદાચ થોડા સમય જશે. જોકે એ પહેલા નગરસેવકોએ પોતાના વોર્ડમાં કામ કરાવી લેવા તત્પર છે. જે હેઠળ મુંબઈના ઉપનગરમાં ચાર જગ્યાએ થીમ ગાર્ડન ઊભા કરવામાં આવવાના છે. જેમાં ઘાટકોપરમાં સાયન્સ પાર્ક, વિક્રોલી મેડિટેશન પાર્ક, ચારકોપમાં ટ્રાફિક પાર્ક અને દહિસરમાં સ્પોર્ટસ પાર્ક ઊભું કરવામાં આવવાનું છે. ત્યારે પાલિકા પ્રશાસનના કહેવા મુજબ ઉપનગરમાં પર્યટનને વિકસાવવા માટે આ ઉદ્યાનોના સુશોભીકરણ કરવામાં આવી રહ્યા છે.