Site icon

મીરા-ભાયંદર પાલિકાનો અજબ કારભાર, મંડળે કર નહીં ચૂકવતા આખું ધાર્મિક સ્થળ જપ્ત કર્યું, શ્રદ્ધાળુઓ થયા નારાજ…. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai.

મીરા-ભાયંદર માં અજબ પ્રકાર બન્યો હતો, જેમાં એક મંડળે પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવતા મીરા-ભાયંદર પાલિકાએ કર વસૂલી માટે આખું મંદિર જ જપ્ત કરી લીધું હતું. પાલિકાના આવા વિચિત્ર પગલાથી જોકે ભક્તોમાં ભારે નારાજગી વ્યાપી ગઈ છે.

Join Our WhatsApp Community

એક તરફ મોટા મોટા બિલ્ડરો, નેતા, હોટલ, ક્લબ વગેરે પ્રોપર્ટી ટેક્સ નહીં ચૂકવનારા સામે ઢીલું વલણ રાખનારી મીરા-ભાયંદર મહાનગરપાલિકાએ (BMC) કર વસૂલી માટે મંદિર જપ્ત કરી લીધું છે, તેનાથી સ્થાનિક નાગરિકોમાં ભારે રોષ વ્યાપી ગયો હતો. 

આ સમાચાર પણ વાંચો : આર્થિક રીતે ખખડી ગયેલી BMC પ્રોપર્ટી ટેક્સ વસૂલવાનો લક્ષ્યાંક પૂરો કરવામાં નિષ્ફળ. ટેક્સ વસૂલવા માત્ર અઠવાડિયાનો સમય રહ્યો બાકી…. જાણો વિગતે

મીરા રોડમાં સેકટર પાંચમાં આવેલા સાઈ ધામ મંદિરને પાલિકાએ જપ્ત કરી લીધું છે. મંદિરની દેખરેખ રાખનારા શ્રી સાંઈ ગણેશ મિત્ર મંડળ પર 1,48,063 રૂપિયા બાકી હતી. મંદિરના પદાધિકારીઓના કહેવા મુજબ ધર્મસ્થળો પર ટેક્સ લગાવી નહીં શકાય એવો જીઆર છે, છતાં પાલિકાએ તેમના મંદિર પર ખોટી રીતે ટેક્સ ઠોકી દીધો હોવાનો દાવો મંડળે કર્યો હતો. 

Maha Mumbai Metro energy savings: મહા મુંબઈ મેટ્રોનું ‘સ્માર્ટ રન’: વીજળીના વપરાશમાં 13% ઘટાડો, ₹12.79 કરોડની જંગી બચત
Mira Bhayandar mini cluster scheme: મિની ક્લસ્ટર યોજનાનો વ્યાપ વધ્યો: મિરા-ભાઈંદરમાં ઓછામાં ઓછા 5 ઇમારતોના જૂથને હવે વિકાસની મંજૂરી મળશે
Mumbai honey trap case: મુંબઈમાં ઉદ્યોગપતિ સાથે અસામાન્ય છેતરપિંડી, લિફ્ટ આપીને ફસાયા.
London job visa scam: નેપાળી યુગલને લંડનમાં નોકરી-વિઝાની લાલચ આપી ₹27 લાખની છેતરપિંડી: વીઝા કાઉન્સેલરની ધરપકડ
Exit mobile version